ઉત્તર પ્રદેશના કાનપુરમાં અભિનેત્રી કંગના રનૌત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શીખ સમુદાયને ખાલિસ્તાની આતંકવાદી કહેવાના મામલે ફિલ્મ  અભિનેત્રી કંગના સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કાનપુરમાં મુખ્ય મહાનગર મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર યાદવે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા હતા. આ મામલે આગળની સુનાવણી 30 એપ્રિલના રોજ ફરિયાદ કરનારનું નિવેદન નોંધવામાં આવશે.


ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે
ગોવિંદ નગર લેબર કોલોની નિવાસી સરદાર રંજીત સિંહ ખાલસાએ અબિનેત્રી સામે કોર્ટમાં પ્રાર્થન પત્ર આપ્યો હતો. તેમા કહેવામાં આવ્યું છે કે, તેમણે સોશિયલ મીડિયા પર શીખ સમુદાય વિશે ખુબ જ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. અભિનેત્રીની પોસ્ટના કારણે શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને કાર્યવાહી ન થવા પર જન આક્રોશ વધવાનો તર્ક આપવામાં આવ્યો છે.


કોર્ટે કહ્યું કે, પોતાના સ્તરે તપાસ કરી લેવી યોગ્ય રહેશે. હાઈકોર્ટની રુલિંગના ક્રમમાં ફરિયાદ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યો છે. જો કે, ફરિયાદી 20 નવેમ્બર 2021ના રોજ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ 26 નવેમ્બરના રોજ પોલીસ પાસે ગયો હતો પરંતુ ગોવિંદ નગર પોલીસે ફરિયાદ દાખલ કરી નહોતી.


ત્યાર બાદ મજબૂરીમાં ફરિયાદીએ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો. ફરિયાદ દાખલ થયા બાદ હવે શીખ સમુદાયના લોકોનું કહેવુ છે કે કંગના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે તેણે માફી માગવી જોઈએ. શીખ સમુદાયનો ઈતિહાસ શોર્ય, પરાક્રમ અને બલિદાનનો રહ્યો છે. તેથી વારંવાર આવા નિવેદનોથી સમુદાયમાં નિરાશા આવે છે.


કંગના પોતાને સુપરસ્ટાર હૉસ્ટ ગણાવી


તો બીજી તરફ બૉલીવુડની ક્વિન ગણાતી એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ પોતાના શૉને લઇને ચર્ચામાં છે. એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં એકતા કપૂરનો રિયાલિટી શૉ ‘લૉકઅપ’ (Lock Upp) થી પોતાનુ હૉસ્ટિંગ ડેબ્યૂ કર્યુ છે.  ખાસ વાત કે કંગનાનો લૉકઅપ શૉ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે, અને લોકો શૉને લઇને પૉઝિટીવી રિસૉપન્સ આપી રહ્યાં છે. શૉની આટલુ જબરદસ્ત સફળતાને લઇને હવે કંગનાએ એક ખાસ પૉસ્ટ કરી છે, તેને આ પૉસ્ટ દ્વારા પોતાને સુપરસ્ટાર હૉસ્ટ ગણાવી દીધી છે, એટલુ જ નહીં આ પૉસ્ટ દ્વારા તેને બૉલીવુડના સુપરસ્ટાર્સને આડેહાથે લઇને ઝાટકી નાંખ્યા છે.