Kangana Ranaut Reaction On Nupur Sharma : બીજેપીની સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્મા (Nupur Sharma) ના એક નિવેદને આખા દેશનો મહોલ ગરમાવી દીધો છે, પેગમ્બર મોહમ્મદ (Prophet muhammad) વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધી છે, પરંતુ આ સસ્પેન્શન બાદ પણ મામલો શાંત નથી પડી રહ્યો. નૂપુરના નિવેદન વિરુદ્ધ દેશભરતમાં હિંસા ફાટી નીકળી છે, અને ઠેર ઠેર પ્રદશન થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે બૉલીવુડ ક્વિન કંગના રનૌતની પ્રતિક્રિયા આવી છે.
કંગના રનૌતે પોતાના ઇન્સ્ટા્ગ્રામ પર ખાસ પૉસ્ટ શેર કરી છે, એકમાં કંગનાએ આમિર ખાનની ફિલ્મ PKનો એક સીન શેર કર્યો છે, જેમાં શિવજીના રૂપમાં એક કલાકાર ઉભો છે, અને તેની સામે આમિર ખાન ઉભો છો. પૉસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું- આ જ કારણ છે કે મને હિન્દુ હોવાનુ ખુબ પ્રેમ છે, કેટલીક આવી અપ્રિય વસ્તુઓ પણ મારા શિવમને પરેશાન નથી કરતી, ના મારા આધ્યાત્મ અને વિશ્વાસને ડિસ્ટર્બ કરતી, માત્ર એક મહિલાએ ગુસ્સામાં કહી દીધુ તો આખો દેશને માથા પર લઇ લીધો છે. કઇ રીતે લોકો આ બધુ કરે છે.... આ અલાર્મિંગ વર્તન છે.
વળી, પુતળાને લટકાવી દેવાની તસવીરો શેર કરતા કંગનાએ લખ્યું- આ ભયાનક તસવીર આફઘાનિસ્તાનની નથી, ભારતની છે, શાંતિપ્રિય લોકો નૂપુરના પુતળાને લટકાવી રહ્યાં છે.
આ પહેલા વિવેક અગ્નિહોત્રીએ પ્રદર્શનનો વિરોધ કરતા ટ્વીટ કર્યુ હતુ, તેને પણ પુતળાની તસવીરો શેર કરીને પોતાના ઓફિશિયલ ટ્વીટર પર એક ટ્વીટ કર્યુ હતુ- 'માફ કરજો બધા મિત્રો, પરંતુ એ કહેવા માંગીશ કે આ કોઇ ઇરાન, ઇરાક કે સીરિયા નથી. આ હાલનુ ભારત છે, આ આજનુ પુતળુ છે, આ રીતના પ્રદર્શનકારીઓને સજા ના આપવામાં આવી તો હકીકતમાં પણ લોકોને આ રીતે ફાંસીના ફંદા પર લટકાવી દેવામાં આવશે.'
નૂપુર શર્માના સમર્થનમાં વિવેક અગ્નિહોત્રી -
આ વિવાદિત નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી પહેલીથી નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી ચૂકી છે. આવામાં નૂપુર શર્મા સસ્પેન્શનને લઇને પણ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files)ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો હતો. ત્યારે પણ વિવેક અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો હતો, કહ્યું હતું કે આજે ભારત ભારતના વિરુદ્ધમાં છે