મુંબઇઃ લૉકડાઉનમાં સોશ્યલ મીડિયાની મદદથી સેલેબ્સ લોકો સાથે જોડાયેલા છે, દેશવાસીઓને કોરોના અને લૉકડાઉન અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રકારના વીડિયો શેર કરતાં રહે છે. હવે એક્ટર અર્જૂન કપૂરે લોકોને પૉઝિટીવ મેસેજ આપવાની ખાસ કોશિશ કરી છે, આ માટે તેને એક પ્રેરણાદાયક વીડિયો શેર કર્યો છે.


લૉકડાઉનમાં નેગેટિવ ખબરોની વચ્ચે પોતાની જાતને પૉઝિટીવ રાખવી ખુબ જરૂરી છે. અર્જૂન કપૂરના વીડિયોમાં એક નાની છોકરી ઓડ્રી ક્યૂબન ડાન્સ પર ચા-ચા-ચા શીખવાની કોશિશ કરી રહી છે.

અર્જૂન કપૂરે આ ખાસ વીડિયો શેર કરતાં મેસેજ લખ્યો- મને #AudreyNetheryનો આ પ્યારો વીડિયો દેખાયો અને હું ચોંકી ગયો, ઓડ્રી 2 મહિનાની હતી ત્યારે ડૉક્ટરોને તેના ડાયમંડ બ્લેકફેન એનિમિયા વિશે ખબર પડી હતી, આ એક રેયર બ્લડ ડિસીઝ છે. આનો અર્થ છે કે ઓડ્રી પર્યાપ્ત રેડ બ્લડ સેલ્સ નથી બનાવી શકતી.



આગળ લખ્યું- આના કારણે તેને સ્ટરૉઇડ્સ પર રહેવુ પડે છે, અને ક્યારેક ક્યારેક બ્લડ પણ ચઢાવવુ પડે છે, પણ તેની પૉઝિટીવિટી અને જિંદગીના વલણે મને ચોંકાવી દીધો, મને વિચારવા પર મજબૂર કરી દીધો, જો આ છોકરી જિંદગીમાં આટલી બધી પૉઝિટીવ રહી શકતી હોય, તો આપણે આ દૂર્ભાગ્યપૂર્ણ લૉકડાઉનમાં પૉઝિટીવ રહેવાની કમ સે કમ કોશિશ તો કરી શકીએ છીએને.

અર્જૂનનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવ્યો છે, કેટરીના કૈફથી લઇને મલાઇકા સહિતના સ્ટાર્સે આના પર હાર્ટ્સ બનાવ્યા છે.