મુંબઇઃ અભિનેતા વરુણ ધવને ફરી એકવાર માનવતા બતાવી છે, કોરોના વાયરસના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મજૂરોની મદદ માટે એક્ટર આગળ આવ્યો છે. વરુણ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝના 32 અલગ અલગ પ્રૉફાઇલ સાથે જોડાયેલા લગભગ 5 લાખ રોજિંદા મજૂરો માટે રૂપિયા દાન આપ્યા છે.

કૉવિડ-19ના કારણે આપવામાં આવેલા લૉકડાઉનમાં લાખો મજૂરો બેરોગાર થઇ ગયા છે, એક્ટરે પોતાના 33માં જન્મદિવસ પર આ ખાસ કામ કર્યુ છે, શુક્રવારે એક્ટરનો જન્મદિવસ હતો.



ટ્વીટર પર એક વીડિયો સંદેશ આપતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (એફડબલ્યુ આઇસીઇ)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે અભિનેતાના જન્મદિવસ પર તેના આ નેક કાર્ય બદલ આભાર માન્યો હતો.



ઉલ્લેખનીય છે કે, એક્ટર વરુણ ધવને અગાઉ પણ કોરોના સામેની લડાઇમાં દાન અને મદદ કરી હતી.