મુંબઈ: કોરોના વાયરસના ખતરાને લઈને દેશમાં ચાલી રહેલા લોકડાઉનમાં લોકો ઈન્ટરનેટ પર શું સર્ચ કરી રહ્યા છે, તેને લઈને યાહૂએ એક સર્વે કરાવ્યો છે. વેબ સર્વિસ પ્રોવાઈડર યાહૂએ હવે આ સર્વેને રિલીઝ કર્યો છે. આ સર્વેમાં દરેક ક્ષેત્રમાં શું શું સર્ચ થયું તેના વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે મનોરંજન જગતમાં છેલ્લા દિવસોમાં લોકોએ સૌથી વધુ કનિકા કપૂર અને રામાયણને સર્ચ કરી છે.


આ સર્વેમાં આ વાત સામે આવી છે કે કનિકા કપૂર લોકડાઉન દરમિયાન સર્ચના મામલે પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી દીધી છે. લોકડાઉન પહેલા મનોરંજન જગતમાં લોકો સૌથી વધુ પ્રિયંકા ચોપરાને સર્ચ કરતા હતા. કનિકા કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક હતા અને તેને ખૂબ સર્ચ કરવામાં આવી છે.આ જ કારણ છે કે આ દરમિયાન કનિકા સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ.

કોઈ શોમાં સૌથી વધુ સર્ચ 90ના દશકમાં બનેલી રામાયણને મળ્યા. આ પૌરાણિક ધારાવાહિકને રીટેલિકાસ્ટના કારણે લોકો તેના વિશે ખૂબ જ સર્ચ કરવા લાગ્યા. આ મોસ્ટ સર્ચ શો બની ગયો. આ સાથે જ લોકડાઉન દરમિયાન પાંચ સૌથી વધુ સર્ચમાં હોલીવૂડ મૂવૂ કૉન્ટેઝિયન પણ સામેલ છે.

લોકડાઉન પહેલા લોકો બિગબોસ,ડ્રાઈવ,તાનાજી:ધ અનસંગ વોરિયર, હાઉસફુલ 2 અને ગુડ ન્યૂઝને સર્ચ કરી રહ્યા હતા, પરંતુ રામાયણના રીટેલિકાસ્ટના કારણે આ શો નંબર વન સર્ચ પર જતો રહ્યો હતો.