નવી દિલ્હીઃ બૉલીવુડની જાણીતી સિંગર કનિકા કપૂરનો હાલનો કોરોના વાયરસનો રિપોર્ટ ભલે નેગિટીવ આવ્યો હતો, પણ તેની મુશ્કેલીઓ વધતી જ જાય છે. કનિકા કપૂર કોરોના મામલે હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગઇ છે. જોકે, હવે યુપી પોલીસે કનિકા પર શિકંજો કસ્યો છે અને કેટલીક પુછપરછ કરવાની છે.

હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા બાદ કનિકા કપૂરને 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવાનુ કહેવાયુ છે. આવામાં ક્વૉરન્ટાઇન પુરુ થયા બાદ યુપી પોલીસ કનિકા સાથે પુછપરછ કરશે. આ મામલો કનિકાની બેદરકારીને લઇને છે.



ઉલ્લેખનીય છે કે, સિંગર કનિકા કપૂરને કોરોના પૉઝિટીવ હોવા છતા કેટલીક જગ્યાએ પાર્ટીઓ કરી હતી, આ પાર્ટી યોજવામાં કનિકાની બેદરકારી સામે આવી હતી. બેદરકારીને લઇને કનિકા ઉપર ત્રણ કેસ દાખલ થયા હતા, હવે આ મામલે યુપી પોલીસ પુછપરછ કરી શકે છે.



બેદરકારીને લઇને યુપી પોલીસે કનિકા કપૂર પર ત્રણ એફઆઇઆર દાખલ કરી હતી. કનિકા વિરુદ્ધ સરોજિની નગરમાં આઇપીસી કલમ 188, 269, 270 અંતર્ગત ગુનો દાખલ થયો છે. પોલીસ કમિશનરે એક નિવેદનમાં કહ્યું છે કે તે કનિકા કપૂરના 14 દિવસના ક્વૉરન્ટાઇન પુરો થયા બાદ તેની સાથે પુછપરછ કરશે.