મુંબઇ: જાણીતા ગાયક અરિજિત સિંહ ( Arijit Singh)ના માતા અદિતિ સિંહનું નિધન થયું છે.  કોરોના પોઝિટિવ આવ્યા બાદ અદિતિ સિંહને તાજેતરમાં જ ગંભીર હાલતમાં કોલકાતાના ધાકુરિયા આમરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 મેના રોજ તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બે દિવસ બાદ કોરોનાથી સંબંધિત સમસ્યાઓના કારણે તેનું મૃત્યુ થયું છે. 



અરિજિત સિંહની માતા અદિતિ સિંહને એપ્રિલના અંતમાં કોલકાતાની આમરી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ (Coronavirus)ના કારણે દાખલ કરવામાં આવ્યા હતા અને 19 મેના રોજ બ્રેઇન સ્ટ્રોકને કારણે તેનું અવસાન થયું હતું.


એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં ફિલ્મના નિર્દેશક શ્રીજીત મુખર્જીએ અરિજિત સિંહની માતા અદિતિ સિંહના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, “અરિજિત, મેં અને ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ તેને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા પણ અમને અફસોસ છે કે તેને બચાવી શક્યા નહીં.  બુધવારે બ્રેન સ્ટ્રોકના કારણે તેમનું અવસાન થયું. "



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.   


કુલ કેસ-  બે કરોડ 57 લાખ 72 હજાર 400
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440
કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789
કુલ મોત - 2 લાખ 87 હજાર 112


આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ,  તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.