મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ અને નોરા ફતેહી દેખાઇ રહ્યાં છે. આરોપ લાગ્યો છે કે ટેરેન્સને એક્ટ દરમિયાન નોરા ફતેહીને અશ્લીલ રીતે ટચ કર્યુ, ટેરેન્સ લુઇસને આ માટે બહુ ટ્રૉલ કરવામાં આવ્યો, વિવાદ વધ્યો તો ટેરેન્સે આના પર સ્પષ્ટતા કરી હતી પરંતુ ટ્રેલર્સ તેને આડેહાથે લીધો હતો. હવે આ મામલે ખુદ નારોએ સ્પષ્ટતા કરી છે.

નોરા ફતેહી અને ટેરેન્સ લુઇસ આજકાલ ઇન્ડિયાઝ મૉસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં છે. વીડિયો ક્લિપમાં ટેરેન્સ અને નોરા ફતેહી સ્ટેજ પર ઉભેલા છે, અને આ દરમિયાન દર્શકોનુ અભિવાદન કરવા માટે ટેરેન્સ જેવો હાથ ઉઠાવે છે, એવુ લાગે છે કે જેમે તેને નોરાના શરીરના પાછળના ભાગે અશ્લીલ રીતે ટચ કર્યુ હોય. આ મામલા પહેલા ટેરેન્સે રવિવારે એક પૉસ્ટ કરી, જેમાં તેને નોરા ફતેહીને ખોલામાં ઉચકી લીધેલી હતી.



આના પર હવે એક્ટ્રેસ નોરા ફતેહીએ જવાબ આપ્યો છે, તેને લખ્યું- આભાર ટેરેન્સ, આજના સમયમાં જ્યાં સોશ્યલ મીડિયા પર વીડિયો મોર્ફ કરવામાં આવી રહ્યાં છે અને ફોટોશૉપથી ઇફેક્ટ્સ નાંખીને મીમ બનાવવામાં આવી રહ્યાં છે. હું ખુશ છુ કે તમે ખુદને પરેશના ના થવા દીધા, અને શાંત અને શાલીન બન્યા, આ સમય પણ વિતી જશે.

નોરા ફતેહીએ આગળ લખ્યું- તમે અને ગીતા મેમે મને હંમેશા સન્માન આપ્યુ છે, અને શૉમાં જજ તરીકે હંમેશા પ્રેમ. આ મારા માટે એક સુખદ અને સીખવા યોગ્ય અનુભવ છે, તમારા પર આશીર્વાદ બનેલો રહે.


કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ