વિદ્યા બાલને ઇન્સ્ટાગ્રામની મદદથી જણાવ્યુ કે તેને જરૂરિયાતમંદોની મદદ માટે ફંડ એકઠુ કર્યુ છે, વિદ્યાએ કહ્યું કે આ વાતથી તે ખુબ ખુશ છે કે તેને ડૉક્ટરો માટે 2500થી વધુ PPE કિટ્સ અને 16 લાખ રૂપિયા ભેગા કર્યા છે.
વિદ્યાએ સેલિબ્રિટી શાઉટ-આઉટ પ્લેટફોર્મ ટ્રિંગની સાથે, દ્રશ્યમ ફિલ્મના મનિષ મુંદ્રા અને ફોટોગ્રાફર સહ ફિલ્મ નિર્માતા અતુલ કાસ્બેકરની સાથે મળીને આ કામ કર્યુ છે.
વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે કહી રહી છે કે, તેને આનંદ છે કે તે કોઇને મદદ કરી રહી છે, વિદ્યાએ વીડિયોમાં કહ્યું- હું આજે સવારે સારા સમાચાર સાથે જાગી છું, અમે 2500 પીપીઇ કિટ સુધી પહોંચી ચૂક્યા છીએ, અને થોડાક કલાકોમાં જ 16 લાખ રૂપિયાથી વધુ રૂપિયા એકઠા પણ કરી લીધા છે. તમારામાંથી પ્રત્યેકે જે દાન કર્યુ છે અને અને આને સંભવ બનાવ્યુ છે, બધાને ખુબ ખુબ ધન્યવાદ. તમને બધાને ખુબ ખુબ આશીર્વાદ. આ વાસ્તવમાં ભારતની એકતા અને ભાવના છે.
વીડિયોની સાથે વિદ્યાએ લખ્યું- દુનિયાભરમાંથી મળેલા સહયોગ, તમારા દાન માટે ખુબ ખુબ આભાર, હું આ સમાચાર શેર કરી રહી છું, અમે થોડાક કલાકોમાં જ 2500 કિટ, 16 લાખ રૂપિયાથી વધારે એકઠા કર્યા છે. મદદ માટે આભાર. અમારા શરૂઆતી લક્ષ્યને ડબલ કરવા માટે તમારી મદદ માટે આભાર.
નોંધનીય છે કે, આ પહેલા બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને ડૉક્ટરો અને હેલ્થ કેર વર્કર્સ માટે 1000 પીપીઇ કિટ દાન કરી હતી, જે કૉવિડ-19થી અમને સુરક્ષિ રાખવા માટે સૌથી આગળ ઉભા રહીને આનો સામનો કરી રહ્યાં છે.