કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા અમિતાભ બચ્ચન જોડાયો આ ખાસ અભિયાનમાં, જાણો શું છે......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 May 2020 09:44 AM (IST)
એડ કંપનીએ અમિતાભ બચ્ચનની સાથે એક મિનીટ લાંબી ફિલ્મ શૂટ કરી છે, જેમાં બૉલીવુડના શહેન્શાહ બંદગલા કપડામાં દેખાઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા માટે સરકારે એક ખાસ અભિયાન લૉન્ચ કરી રહી છે, કોરોના વાયરસ વિજેતાઓના કલંકને દુર કરવા માટે સરકારે 'Break the stigma' નામથી એક એભિયાન શરૂ કરી રહી છે, આમાં અમિતાભ બચ્ચન દેખાશે. એડ કંપનીએ અમિતાભ બચ્ચનની સાથે એક મિનીટ લાંબી ફિલ્મ શૂટ કરી છે, જેમાં બૉલીવુડના શહેન્શાહ બંદગલા કપડામાં દેખાઇ રહ્યાં છે. કૉવિડ-19 બિમારીના પ્રત્યે મિથકોને તોડવા માટે અમિતાભ બચ્ચન 'Break the stigma' અભિયાન સાથે જોડાયો છે. એક મિનીટના આ વીડિયોમાં બચ્ચન જણાવે છે કે, કૉવિડ-19 માણસને શારીરિક અને માનસિક રીતે પ્રભાવિત કરે છે. ખાસ કરીને કોરોના વિજેતાનો કોઇપણ જાતની ભૂલ વિના અલગ અલગ કરી દેવાથી ખરાબ અસર પડે છે.
એક મિનીટ લાબી ફિલ્મનો સંદેશ છે કૉવિડ-19 બિમારીના પ્રત્યે મિથકોને તોડવા, ફિલ્મનુ સમાપન થાય છે. 'અપનો કો અપનાઇએ, સહી સલામત ઘર લાઇએ' વીડિયોમાં અમિતાભ બચ્ચન પોતાના ભારે અને વજનદાર અવાજમાં લોકોને વિશ્વાસ અપાવતા દેખાઇ રહ્યાં છે. કોરોના વિજેતા ખતરો નથી અને નથી વાયરસને ફેલાવનારા. અમિતાભ બચ્ચને લોકોને કહે છે કે કોરોના વાયરસના વિજેતાઓની હિંમતની પ્રસંશા કરવી જોઇએ, કેમકે આવા લોકો ખતરનાક બિમારીને માત આપીને સ્વસ્થ થયા છે, અભિયાનને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજીટલ પ્લેટફોર્મ પર પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.