Dadasaheb Phalke Awards Winners: દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ અનુપમ ખેરને મોસ્ટ વર્સેટાઈલ એક્ટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એક્ટ્રેસ આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.  રણબીર કપૂરને 'બ્રહ્માસ્ત્ર' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.


વરુણ ધવનને દાદાસાહેબ એવોર્ડ પણ મળ્યો હતો


જ્યારે અભિનેતા-ફિલ્મ નિર્માતા ઋષભ શેટ્ટીને તેની કન્નડ ફિલ્મ 'કાંતારા' માટે મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વરુણ ધવને તેની ફિલ્મ 'ભેડિયા' માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો હતો. ટેલિવિઝન કેટેગરીમાં, રૂપાલી ગાંગુલી અભિનીત ફિલ્મ 'અનુપમા'એ ટેલિવિઝન સિરીઝ ઑફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. પીઢ અભિનેત્રી રેખાને તેમના 'ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન' માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ચાલો અહીં વિનર્સની  સંપૂર્ણ યાદી અંગે જાણીએ.  આ કાર્યક્રમમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ અનુપમ ખેરને મોસ્ટ વર્સેટાઈલ એક્ટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતાઓની યાદી



  • શ્રેષ્ઠ ફિલ્મઃ 'ધ કાશ્મીર ફાઇલ્સ'

  • બેસ્ટ ડાયરેક્ટ:  ચુપ: રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ માટે આર બાલ્કી

  • શ્રેષ્ઠ અભિનેતાઃ  'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 1' માટે રણબીર કપૂર

  • શ્રેષ્ઠ અભિનેત્રીઃ  'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે આલિયા ભટ્ટ

  • મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરઃ રિષભ શેટ્ટી 'કંતારા' માટે

  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: 'જુગ જુગ જિયો' માટે મનીષ પોલ

  • ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદા બદલ : રેખા

  • શ્રેષ્ઠ વેબ સિરીઝઃ રૂદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ

  • ક્રિટિક્સ બેસ્ટ એક્ટરઃ વરુણ ધવન (ભેડિયા)

  • વર્ષની શ્રેષ્ઠ ફિલ્મઃ 'RRR'

  • વર્ષની શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણી: 'અનુપમા'

  • મોસ્ટ વર્સેટાઈલ એક્ટર ઓફ ધ યર: 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે અનુપમ ખેર

  • ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા: ફના-ઇશ્ક મેં મરજાવાન માટે ઝૈન ઇમામ

  • ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રી: નાગિન માટે તેજસ્વી પ્રકાશ

  • શ્રેષ્ઠ પુરૂષ ગાયક: મૈયા મનુ માટે સચેત ટંડન

  • બેસ્ટ ફિમેલ સિંગરઃ મેરી જાન માટે નીતિ મોહન

  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર: વિક્રમ વેધા માટે પીએસ વિનોદ

  • સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાનઃ હરિહરન