Ranveer Singh Nora Fatehi Sets Dance Deewane Set on Fire: બૉલીવુડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ જયેશભાઇ જોરદારને લઇને જબરદસ્ત મહેનત કરી રહ્યો છે. આગામી 13 મેએ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. જોકે આ ફિલ્મને પ્રમૉટ કરવા માટે એક્ટર એડીચોટીનુ જોર લગાવી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક્ટર નોરા ફતેહી સાથે ડાન્સ પર ઠુમકા લગાવી રહ્યો છે.
ખરેખરમાં, રણવીર સિંહ તાજેતરમાં જ ટીવી પર આવી રહેલા ડાન્સ દીવાને જૂનિયર્સ (Dance Deewane Juniours)ના સેટ પર પોતાના મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો, તેના આવવાથી રિયાલિટી શૉની સાંજમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ દરમિયાન કેટલીય વીડિયો સામે આવ્યા છે, પરંતુ એક વીડિયોએ ખુબ ધમાલ મચાવી દીધી છે.
શૉમાં જજ તરીકે દેખાતી નોરા ફતેહી (Nora Fatehi) આ વીડિયોમાં પોતાના ગીત હાય ગર્મીથી સેટ પર આગ લગાવતી દેખાઇ રહી છે. વળી, તેની સાથે રણવીર સિંહ પણ તાલ મિલાવતો દેખાઇ રહ્યો છે. ગીત પર બન્નેની જુગલબંદી ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
ગીતની શરૂઆતમાં પહેલા નોરા ફતેહી સિગ્નેચર સ્ટેપ્સની સાથે દેખાઇ રહી છે, પછી અચાનક રણવીર સિંહની એન્ટ્રી થાય છે. બન્નેનો અંદાજ આ દરમિયાન જોવાલાયક છે.
આ ડાન્સ વીડિયોમાં રણવીર સિંહ પોતાના અતરંગી અંદાજમાં દેખાઇ રહ્યો છે, તો વળી નોરા ફતેહીએ સફેદ રંગના બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે.
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું