મુંબઈ: પોતાની અદાઓથી કરોડો ફેન્સના દિલમાં રાજ કરનારી નોરા ફતેહી સોશિયેલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. નોરાની તસવીરો અને વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર નોરાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં નોરા કોરિયોગ્રાફર રજિતદેવ સાથે હોટ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વીડિયોને ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યો છે, આ વીડિયોમાં રજિતદેવ અને નોરા ફુલ પાવર સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં નોકા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે અને ડાન્સ મૂવ્સ પણ ખૂબ જ શાનદાર લાગી રહ્યા છે.



નોરા પોતાના ડાન્સ પરફોર્મન્સના કારણે જાણીતી છે. નોરા રજિતદેવેના ડાન્સ વીડિયોને લાખો લાકોએ પસંદ કર્યો છે. નોરા આ વીડિયોમાં ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે. નોરાના ડાન્સ મૂવ્સના ઘણા ચાહકો છે.



આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું, નોરાનો કોઈ જવાબ નથી. ફરી એક વખત શાનદાર પરફોર્મન્સ. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આગામી ફિલ્મ સત્યમેવ જયતેમાં જોવા મળશે.