બોલિવૂડ: ફેમસ કોરિયોગ્રાફર, ડાયરેક્ટર ફરાહખાનનો આજે 56મો જન્મદિવસ છે. ફરાહખાનનો જન્મ 9 જાન્યુઆરી 1965માં મુંબઇમાં થયો હતો. અભિનેતા સોનુ સૂદે તેમની મિત્રને સોશિયલ મીડિયા પર કંઇક ખાસ અંદાજમાં વિશ કર્યું.

સોનૂ સૂદે અનોખા અંદાજમાં કર્યું વિશ

સોનૂ સૂદે ઇન્સ્ટાગ્રામ પર ફરાહખાન સાથેની એક જૂની તસવીર શેર કરતા લખ્યું કે, “મેરી દોસ્ત, મેરી બહેન, મેરી ફેમિલી, મેરી સબકુછ, હેપી બર્થ ડે. ફરાહ તુમ્હારા જૈસા ઔર કોઇ નહીં હો શકતા, તુમ્હે ઢેર સારા પ્યાર”


ઘણા સંઘર્ષ મહેનત બાદ બોલિવૂડમાં બનાવ્યું સ્થાન

ફરાહખાને ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરીને બોલિવૂડમાં સ્થાન બનાવ્યું છે. તે 100થી વધુ સોન્ગની કોરિયોગ્રાફી કરી ચૂકી છે. તેમનો જન્મ મુંબઇમાં થયો હતો. પિતા કમરાન  અભિનેતા અને ડાયરેક્ટર હતા જો કે તેમની એક ફિલ્મ “ઐસા ભી હોતા હૈ” ફ્લોપ જતાં, તેનો પરિવાર દેવા નીચે દબાઇ ગયો અને તે સમયે ઘર સામાન જ્વેલરી બધું જ વેચવું પડ્યું હતું.  જ્યારે  ફરાહ માત્ર 14 વર્ષની હતી.ત્યારે પિતાનું નિધન થઇ ગયું અને પરિવારની જવાબદારી ફરાહ પર આવી ગઇ.

બ્રેકગ્રાઉન્ડ ડાન્સરથી કામ કર્યું શરૂ

ફરાહ ખાને તેમની કારર્કિદીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સરથી કરી હતી. આ સમયે તે જાતે જ નવા-નવા ડાન્સના સ્ટેપ શીખતી રહી. જો કે 1993નું વર્ષ તેમના માટે નસીબદાર સાબિત થયું. તેમને આ વર્ષમાં “ જો જીતા વો હી સિંકદર”ના ફિલ્મના સોન્ગ ‘પહેલા નશા’ની કોરિયોગ્રાફી કરવાની તક મળી. આ ફિલ્મની કોરિયોગ્રાફી સરોજખાને છોડી દેતા આ તક ફરાહને મળી હતી. આ સોન્ગ હિટ સાબિત થયું અને ફરાહની કારર્કિદીની ગાડી સફળતા રસ્તે ચાલી નીકળી, ત્યારબાદ ફિલ્મ “કભી હા કભી ના”ના સોન્ગની કોરિયોગ્રાફીની પણ તક મળી હતી.  ત્યારબાદ તેમણે 2004માં ફિલ્મ “મેં હુંના” બનાવી. જે ખૂબ જ હિટ સાબિત થઇ.

ફરાહની ઇન્ટરેસ્ટિંગ લવસ્ટોરી

ફિલ્મ “મેં હુંના”ના સેટ પર ફરાહની મુલાકાત શીરિષ કુંદર સાથે થઇ.આ સમયે શિરીષ 25 વર્ષના હતા જ્યારે ફરાહ 32 વર્ષની હતી. લડાઇથી શરૂ થયેલી તેમની કહાણી પ્રેમમાં બદલાઇ ગઇ. લાંબા સમયની રિલેશનશિપ બાદ ફરાહે શિરીષ સાથે લગ્ન કરી લીઘા અને તેમની ખૂબ જ હેપી મેરિડ લાઇફ છે. તેમને ત્રણ બાળકો પણ છે. બંનેએ સાથે મળીને ‘હેપી ન્યૂ ઇયર’  ‘ઓમ શાંતિ’ જેવી કેટલીક ફિલ્મ ડાયરેક્ટ કરી.

બેસ્ટ કોરિયોગ્રાફી માટે મેળવ્યા 5 એવોર્ડ

ફરાહને બેસ્ટ કોરિયોગ્રાફી માટે 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યાં છે. તે કેટલાક રિયાલિટી શોની જજ બની ચૂકી છે. ફરાહ ટીવીનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસને પણ હોસ્ટ કરી ચૂકી છે. હાલ પણ તે કેટલાક પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે.