મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવી છે. એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની પુછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. ત્યારથી રિયા ન્યાયિક કસ્ટડીમાં મુંબઈની ભાયખલા જેલમાં બંધ હતી. કોર્ટના આદેશ બાદ જેલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી.

આ મામલા રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ત્રણમાંથી માત્ર એક એટલે કે રિયાને જ જામીન આપ્યા હતાા. બાકીનાને આ મામલે હાલ કોઇ જામીન આપવામાં આવ્યા નથી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે શું રાખી શરતો

રિયાએ પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે અને દેશની બહાર જતા પહેલા કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડશે. રિયા ચક્રવર્તીએ 10 દિવસ સુધી મુંબઈ પોલીસને રિપોર્ટ કરવું પજશે અને NCB જ્યારે બોલાવે ત્યારે હાજર થવું પડશે. જામીન માટે એક લાખ રૂપિયા બોન્ડ ભરવો પડશે.


જસ્ટીસ સારંગ વી. કોતવાલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ફેંસલો સંભળાવ્યો, આ પહેલા 29 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. વળી, મંગળવારે એનડીપીએસ કોર્ટે રિયા, શૌવિક, સેમ્યુઅલ, દીપેશ, બાસિત પરિહાર અને જૈદની 14 દિવસની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાવી દીધી હતી.



આ પહેલા એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની પુછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. રાત થઇ જવાથી રિયાને 8 સપ્ટેમબરની રાત્રે એનસીબીના લૉકઅપમાં જ રહેવુ પડ્યુ હતુ. બાદમાં આગળના દિવસે 9 સપ્ટેમ્બરે મુંબઇની ભાયખલા જેલમાં મોકલી દેવામાં આવી હતી. લગભગ એક મહિનાથી રિયા ચક્રવર્તી મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે.


કોર્ટે બે વાર રિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી હતી, બાદમાં રિયાને જામીન આપી દેવામાં આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાતા રિયા, શૌવિક અને મિરાંડા સહિત 5 લોકોએ બૉમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

રિયા અને શૌવિક પર છે ડ્રગ્સ ઇન્ડિકેટ ચલાવવાનો આરોપ
રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી પર ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવાનો આરોપ લાગેલો છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને સીબીઆઇ તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યો હતો, તે પછી એનસીબીની ટીમે પણ પોતાની પેનલ ઉતારીને તપાસ શરૂ કરી દીધી હતી. એનસીબીની તપાસમાં રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી ઉપરાંત સેમ્યૂઅલ મિરાંડા, દિપેશ સાવંત સહિતના 6 લોકો ડ્રગ્સને લેવડદેવડમાં આરોપી ઠર્યા હતા. એનસીબીએ આ સાથે તમામ 20 લોકોની ધરપકડ કરી હતી.