મુંબઈઃ શિવસેનાના સ્થાપક બાળાસાહેબના ઠાકરેના પૌત્રની બોલીવુડની હોટ એક્ટ્રેસ સાથે અફેરની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. બાળાસાહેબના ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય અને પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા વચ્ચે લાંબા સમયથી રોમાન્સ ચાલી રહ્યો છે. ઐશ્વર્ય બાળાસાહેબન ઠાકરેના બીજા નંબરના પુત્ર જયદેવ ઠાકરેનો દીકરો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો ભત્રીજો છે. ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરે ફિલ્મ નિર્માત્રી છે.

ઐશ્વર્યે  હાલમાં જ પોતાનો જન્મ દિવસ દુબઇમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં અલાયા ફર્નિચરવાળા પણ હાજર હતી. સોશિયલ મીડિયા પર દુબઇમાં ઐશ્વર્યના જન્મદિવસની ઊજવણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એશ્વર્ય કેકની સાથે ખુશમિજાજ મૂડમાં જોવા મળે છે.



આ વીડિયોને ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરેએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.   તેમાં અલાયા નથી પણ સ્મિતાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં અલાયાને પણ ટેગ કરી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ પાર્ટીમાં અલાયા પણ હતી. બીજી બાજુ એશ્વર્યે ઇન્સ્ટાગ્રામ પર પર એક તસવીર શેર કરી હતી, જેમાં હેપ્પી બર્થ ડેે એશ્વર્ય લખ્યું હતું. આ તસવીર સાથે એશ્વર્ય પોતાની મોમ સ્મિતા ઠાકરે અને અલાયાને ટેગ કરીને દિલની ઇમોજી બનાવી છે.

[insta]

[/insta]

આ પહેલાં પણ ઐશ્વર્ય અને અલાયાનું નામ જોડાયું છે. લાંબા સમયથી આ બન્ને ખાસ મિત્રો છે. અલાયાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ વખતે પણ એશ્વર્ય ઠાકરે જોવા મળ્યો હતો.