વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ જીમમાં પોતાના ટ્રેનરની સાથે દેખાઇ રહી છે. આ કસરત કરતી વખતે પોતાની જ ફિલ્મનુ ગીત લુંગી ડાન્સ ગાઇને દીપિકા જબરદસ્ત અંદાજમાં વર્કઆઉટ અને ડાન્સ સ્ટેપ્સ કરતી દેખાઇ રહી છે.
આ વીડિયોમાં સેલિબ્રિટી ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર યાસ્મીન કરાચીવાલા પણ દેખાઇ રહી છે. યાસ્મીને આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ- "વીકેન્ડ મૉટિવેશન. દીપિકા પાદુકોણ એક પરફેક્ટ કૉમ્બિનેશન છે જે મહેનત અને ફન કરવુ સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે સવારે 6 વાગે વર્કઆઉટ પણ સારી રીતે કરે છે."
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લીવાર ફિલ્મ 'છપાક'માં દેખાઇ હતી. આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થઇ હતી. હવે તે પોતાની આગામી ફિલ્મ '83'માં દેખાશે.