Deepika Padukone Income: જો અત્યારે બોલીવુડની ટોપ એક્ટ્રેસની વાત કરીએ તો તેમાં દીપિકા પાદુકોણ(Deepika Padukone) નું નામ ચોક્કસથી સામેલ થશે. રામ લીલા, પદ્માવત, યે જવાની હૈ દીવાની, બાજીરાવ મસ્તાની અને ચેન્નાઈ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણને હિન્દી સિનેમાની સૌથી પાવરફુલ અભિનેત્રી માનવામાં આવે છે. આ દરમિયાન, અમે તમને દીપિકાની કુલ નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, સાથે જ આ અભિનેત્રી એક ફિલ્મ માટે કેટલી ફી લે છે.


 






જાણો દીપિકા પાદુકોણની કુલ સંપત્તિના આંકડા


દીપિકા પાદુકોણ હાલમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ માટે દરેક ફિલ્મમેકરની પહેલી પસંદ રહે છે. પરંતુ તેની મજબૂત ફિલ્મ ફીને ધ્યાનમાં રાખીને, દરેક જણ દીપિકાને સાઇન કરી શકતા નથી. જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણની ફી વિશે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, દીપિકા એક ફિલ્મ માટે 15-30 કરોડ રૂપિયા લે છે. જોકે, આ ફી ફિલ્મમાં દીપિકાના રોલની કિંમત પર પણ ઘણો આધાર રાખે છે. દીપિકા પાદુકોણની નેટવર્થની વાત કરીએ તો, રિપોર્ટ્સ અનુસાર, પઠાણ અભિનેત્રી દીપિકાની કુલ નેટવર્થ લગભગ 314 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ એકમાત્ર એવી બોલીવુડ અભિનેત્રી છે જેની નેટવર્થ 300 કરોડથી વધુ છે.


આ ફિલ્મમાં દીપિકા જોવા મળશે


બીજી તરફ, નોંધનીય છે કે દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં દીપિકા ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે એક્શન કરતી જોવા મળશે. દીપિકાની પઠાણ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પઠાણ ઉપરાંત દીપિકા પાદુકોણ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે.જો કે આ ફિલ્મને લઈને સત્તાવાર અપડેટ આવવાનું બાકી છે.


આ પણ વાંચો............


Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો


India Corona Cases Today: દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે શું છે ચિંતાની વાત ? જાણો વિગત


Mohali MMS: ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર હોબાળો, બાથરૂમમાંથી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવી કર્યા વાયરલ, FIR દાખલ