દીપિકાએ પેપરાજીની એક પૉસ્ટ પર કૉમેન્ટૉ કરીને લખ્યું- શું તમારા માટે કોઇનો આ રીતનો વીડિયો પૉસ્ટ કરવો યોગ્ય છે, માત્ર પૉસ્ટ જ નહીં પણ પૈસા કમાવવા માટે તે પણ તે વ્યક્તિ કે તેના પરિવારની પરવાનગી વિના.
દીપિકા પાદુકોણ પોતાની કૉમેન્ટ દ્વારા સુશાંત સિંહના મોત બાદ તેની પર્સનલ લાઇફને આ રીતે સોશ્યલ મીડિયા પર લાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. તેનુ માનવ છે કે પત્રકારત્વના નામે આવુ કરવુ ખોટુ છે, અને આ સમયે યોગ્ય પ્રકારના પત્રકારત્વની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ ખુદ પણ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને દુઃખી છે. તેને મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતતા લાવવા પોતાના એક અભિયાનને ઝડપી બનાવ્યુ છે. તેને આ માટે એક પૉસ્ટ પણ શેર કરી છે.
તેને પૉસ્ટમાં લખ્યું- એક એવા વ્યક્તિ તરીકે જે પોતાને માનસિક બિમારીમાંથી ઝઝૂમી ચૂક્યો છે. હું સમજી નથી શકતી કે તેના સુધી પહોંચવુ કેટલુ મુશ્કેલ છે. Talk.Communicate.Express.Seek Help. તમે એકલા નથી, યાદ રાખો. આપણે બધા એકસાથે છીએ અને સૌથી મહત્વપૂર્ણ વાત હૉપ છે.