Dhak-Dhak Trailer Out: ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ અને સંજના સાંઘી બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સામેલ છે. આ બધા તાપસી પન્નુ દ્વારા કો-પ્રોડ્યુસ કરાયેલી 'ધક ધક' નામની ડ્રામા ફિલ્મમાં પ્રથમ વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.       



'ધક ધક' ફિલ્મનું ટ્રેલર રિલીઝ


ફિલ્મ 'ધક ધક'નું ટ્રેલર આજે 9મી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટ લાંબા ટ્રેલરની શરૂઆત વાર્તાના ચાર મુખ્ય પાત્રોના પરિચય સાથે થાય છે, જેમને બાઇક ચલાવવાનો શોખ છે. તેમાંથી એક રત્ના પાઠક શાહ અભિનીત એક પાત્ર છે જેની છોકરાઓ બાઇક ચલાવવા માટે મજાક ઉડાવે છે. પછી તેઓ બધા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ તરફ તેમની મુસાફરી શરૂ કરવાની યોજના બનાવે છે તેઓ ખારદુંગ લા તરફ જાય છે જે લદ્દાખના લેહ જિલ્લામાં સ્થિત છે. ફિલ્મમાં રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, સંજના સાંઘી અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે.


ફિલ્મ ધક-ધકની વાર્તા પારિજાત જોષી અને તરુણ દુડેજાએ લખી છે. ડુડેજાએ ફિલ્મને નિર્દેશિત કરી છે. તે BLM પિક્ચર્સ, આઉટસાઈડર ફિલ્મ્સ પ્રોડક્શન્સ અને Viacom18 સ્ટુડિયોના બેનર હેઠળ તાપસી પન્નુ, અજીત અંધારે, કેવિન વાઝ અને પ્રાંજલ ખંડેરિયા દ્વારા નિર્મિત છે. ફિલ્મનું શૂટિંગ નવી દિલ્હી, ગ્રેટર નોઈડા, મનાલી, લેહ અને લદ્દાખમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે થિયેટર્સમા રીલિઝ થશે. તાપસીએ પહેલીવાર બ્લર સાથે ફિલ્મ પ્રોડક્શનમાં એન્ટ્રી કરી હતી અને પ્રોડ્યુસર તરીકે ધક ધક તેની બીજી ફિલ્મ છે.


રત્ના પાઠક શાહ છેલ્લે 2022 ના સામાજિક કોમેડી-ડ્રામા જયેશભાઈ જોરદારમાં જોવા મળ્યા હતા. જેમાં રણવીર સિંહ અને શાલિની પાંડે હતા. દિયા મિર્ઝા તાજેતરમાં અનુભવ સિંહાની ફિલ્મ 'ભીડ'માં જોવા મળી હતી, જે ભારતમાં કોવિડ-19-પ્રેરિત લોકડાઉન અને તેના પરિણામો પર આધારિત હતી. તે ટૂંક સમયમાં રાજકુમાર હિરાણીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. દરમિયાન સંજના સાંઘીની છેલ્લી ફિલ્મ આદિત્ય રોય કપૂર સાથે 2022ની એક્શન થ્રિલર 'રાષ્ટ્ર કવચ ઓમ' હતી. ફાતિમા સના શેખ છેલ્લે ઓટીટી ફિલ્મ 'થાર'માં જોવા મળી હતી.