કેટલાક વર્ષો પહેલા એ સમાચાર હતા કે દિલજીતે પોતાનું પ્રાઈવેટ પ્લેન ખરીદ્યું છે ત્યારબાદ તે ચર્ચામાં આવ્યા હતા પરંતુ દિલજીતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનું સત્ય જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ એક વખત ગીતના શૂટિંગના માટે જે જગ્યાએ જઈ રહ્યા હતા ત્યાં પ્લેન નહોતું જઈ રહ્યું એટલે મેકર્સે તેના માટે પ્રાઈવેટ પ્લેન હાયર કર્યું હતું. પ્લેનમાં સવાર થતા જ દિલજીતે એક તસવીર શેર કરી અને લખ્યું, નવી શરૂઆત પ્રાઈવેટ પ્લેન સાથે. આ પોસ્ટ બાદ લોકોએ માની લીધુ કે દિલજીતે પ્લેન ખરીદ્યુ છે પરંતુ હકીકતમાં એવું નહોતું.
દિલજીતે કહ્યું કે આ વાતની મે ચોખવટ કરી હોત તો લોકો વિચારતા હોત કે મે પબ્લિસિટી માટે પ્રાઈવેટ પ્લેનની તસવીર પોસ્ટ કરી એટલે તેણે કોઈ ખુલાસો ન કર્યો. દિલજીતે કહ્યું મે કોઈ પ્રાઈવેટ પ્લેન નહોતું ખરીદ્યું.