સલમાન-કેટરીના સ્ટારર 'ટાઇગર 3'માં વિલનની ભૂમિકામાં જોવા મળશે આ અભિનેતા, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Feb 2021 08:50 PM (IST)
સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મ 'ટાઇગર 3' ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. પરંતુ હવે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે માર્ચથી શરૂ થશે.
મુંબઈ : સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મ 'ટાઇગર 3' ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. પરંતુ હવે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે માર્ચથી શરૂ થશે. નિર્માતા યશ રાજ ફિલ્મ્સ 'ટાઇગર 3' માં વિલન તરીકે નવો ચહેરો લાવવા માંગે છે. 'ટાઇગર 3' માટે પ્રોડક્શન હાઉસને નવો ચહેરો મળ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, ઇમરાન હાશ્મી ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવશે. આફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, "યશરાજ ફિલ્મ્સને લાગે છે કે ઈમરાન હાશ્મી વિલનના પાત્રમાં બંધ બેસે છે. તે એક ઉત્તમ અને ગંભીર અભિનેતા છે અને તેની ગુણવત્તાને કારણે જ આ પાત્ર તેને મળ્યું છે." ટાઇગર 3 નું પહેલું શેડ્યૂલ મુંબઈમાં શૂટ કરવામાં આવશે અને તેનું શૂટિંગ માર્ચ 2021 ના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાનું છે. માર્ચમાં ઈમરાન હાશ્મી પણ ટીમમાં જોડાશે. ફિલ્મનું પહેલું શેડ્યૂલ યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં હશે, જ્યાં ઇમરાન ખાન સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે કેટલાક સીન્સ શૂટ કરશે. ફિલ્મના બીજા શિડ્યુલનું શૂટિંગ મધ્ય પૂર્વમાં કરવામાં આવશે અને અંતિમ શેડ્યૂલનું શૂટિંગ ફરીથી મુંબઈમાં કરવામાં આવશે.