પીઢ અભિનેતા દિલીપ તાહિલને લઈને એક દાવો વાયરલ થયો છે. વર્ષોથી એવી ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મ આખરી રાસ્તામાં રેપ સીન દરમિયાન જયાપ્રદાએ તેને થપ્પડ મારી હતી. શું આ વાત સાચી છે? કે પછી વર્ષોથી દિલીપ તાહિલ સામે મોટું જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે? આ દાવાની પોલ હવે દિલીપ તાહિલે ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલ્લી પાડી છે.


દિલીપ તાહિલ વિશે ખોટી અફવા


પ્રતિક્રિયા આપતા દિલીપ તાહિલે કહ્યું કે આ સમગ્ર સમાચાર અફવા છે. જો કે, તે ખોટા સમાચાર ફેલાવનારાઓ પ્રત્યે કોઈ ગુસ્સો રાખતો નથી. ફિલ્મ આખરી રાસ્તાનું નિર્દેશન કે. ભાગ્યરાજ દ્વારા કરવામાં આવેલ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી, અનુપમ ખેર, જયા પ્રદા અને દિલીપ તાહિલ મહત્વની ભૂમિકામાં હતા. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા દિલીપ તાહિલે કહ્યું- હું ઘણા સમયથી વાંચી રહ્યો છું કે મેં જયા પ્રદા સાથે રેપ સીન કર્યો છે. આ સીન કરતી વખતે હું ભટકી ગયો હોવાનું કહેવાય છે. ત્યારે જયાએ મને થપ્પડ મારી હતી. તે મારા ગૂગલ એલર્ટ પર આવતા રહે છે.


"હું આ વાતની સ્પષ્ટતા કરવા માગું છું કે મેં ક્યારેય જયા પ્રદાજી જોડે સ્ક્રીન શેર કરી નથી. તેથી આવો કોઈ સીન શૂટ થવાની વાત આવતી જ નથી. આ સમાચાર ખોટા છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવામાં આવી રહી છે. આવી ઘટના ક્યારેય બની નથી.


શું હતી અફવા?


એવા અહેવાલ હતા કે દિલીપ તાહિલ આ સીન કરવા માટે અગાઉ તૈયાર ન હતા. પછી તેને તેની કારકિર્દી વિશે ધમકી આપવામાં આવી. દિલીપને કહેવામાં આવ્યું હતું કે જયાએ આ સીન માટે મંજૂરી આપી હતી. આ પછી જ અભિનેતા રેપ સીન કરવા માટે રાજી થયા હતા. પરંતુ જ્યારે સીન શૂટ કરવામાં આવ્યો ત્યારે વાત અલગ રીતે બહાર આવી. જયાપ્રદાએ સીન દરમિયાન દિલીપ તાહિલને થપ્પડ મારી હતી કારણ કે તે સીન દરમિયાન તેઓ બહેકી ગયા હતા.


દિલીપ તાહિલ બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં બાઝીગર, કયામત સે કયામત તક, કહો ના પ્યાર હૈ, અજનબી, મિશન મંગલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.