Kamal Haasan Hospitalised: સાઉથના સુપરસ્ટાર એક્ટર કમલ હાસનનું સ્વાસ્થ્ય ઠીક નથી, અને તેમની તબિયત લથડી ગઇ છે, જે પછી તેમને 23 નવેમ્બરે શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર (SRMC)માં ભરતી કરાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને રેગ્યૂલર હેલ્થ ચેકઅપ માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાલ એક્ટર કમલ હાસનની સ્થિતિમાં સુધારો થયો છે. 


તાવ અને અન્ય મુશ્કેલીઓના કારણે કરાવાયા ભરતી 
બતાવવામાં આવી રહ્યુ છે કે, બુધવારે બપોરે હૈદરાબાદથી ચેન્નાઇ પહોંચેલા કમલ હાસનને રાત્રે ગભરામણ અને તાવ આવ્યો હતો, જે પછી તેમને શહેરની એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેને આગામી થોડાક દિવસો સુધી પુરેપુરી રીતે આરામ કરવાની સલાહ આપી છે. રિપોર્ટ્સ અનુસાર, આ એક રેગ્યૂલર મેડિકલ ચેકઅપ હતો અને ડૉક્ટરોએ કમલ હાસનને આરામ કરવાની સલાહ આપી છે, અને તેમને ગુરુવારે રજા મળવાની આશા છે. 


કમલ હાસનનુ વર્કફ્રન્ટ 
આ બધાની વચ્ચે વર્ક ફ્રેન્ટની વાત કરીએ તો, એક્ટર અને ફિલ્મમેકર કમલ હાસન હાલમાં શંકરની 'ઇન્ડિયન 2', હિટ રિયાલિટી શૉ 'બિગ બૉસ તામિલ' અને તેની પૉલિટિકલ પાર્ટીની ડ્યૂટીઝ સહિત કેટલાય કમિટમેન્ટ્સમાં બિઝી છે. તેઓ હાલમાં હૈદરાબાદમાં પોતાના સહયોગી અને જાણીતા ડાયરેક્ટર કે વિશ્વનાથના ઘરે મળવા માટે પણ ચર્ચામાં હતા. આ ઉપરાંત કમલ હાસને તાજેતરમાં જ એક પ્રૉજેક્ટ (કેએચ 234) માટે પોતાનુ નાયકન નિર્દેશક મણીરત્નમની સાથે રીયૂનિનયનનું એનાઉન્સમેન્ટ કર્યુ હતુ, આ ફિલ્મ 2024 માં સ્ક્રીન પર આવશે. 


 


Indian 2: કમલ હાસનની આ ફિલ્મ 2 વર્ષથી પેન્ડિંગ હતી, હવે નવા પોસ્ટર સાથે કરાયું આ એલાન


Kamal Haasan's Indian 2 Shoot Resumes: સાઉથની ફિલ્મોમાં અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલા વેટરન એક્ટર કમલ હાસનના (Kamal Haasan) ચાહકો છેલ્લા ઘણા દિવસોથી તેમની પેન્ડિંગ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. બે વર્ષ પહેલા ઈન્ડિયન 2ના સેટ પર અકસ્માત થતાં ફિલ્મનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે, ફિલ્મ હવે ઠંડા ડબ્બામાં મુકાઈ ગઈ છે. જો કે ફરી એકવાર કમલ હાસન આ ફિલ્મથી કમબેક કરવા માટે તૈયાર છે.


કમલ હાસન તેમની આગામી ફિલ્મ 'ઈન્ડિયન 2'ના લુકને લઈ ફરીથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મમાંથી કમલ હાસનનો નવો લૂક (Kamal Haasan New Look) સામે આવ્યો છે, જેમાં તેઓ ઉંમર લાયક પાત્રમાં રાજકારણીની જેમ જોવા મળી રહ્યા છે. ફોટોમાં તેઓ સફેદ શર્ટ અને ગમછા સાથે ડેશિંગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેમનો આ લુક પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.


ફિલ્મના આ પોસ્ટરમાં કમલ હસનને ઓળખવા તેમના ચાહકો માટે ખૂબ જ મુશ્કેલ છે. ફિલ્મ નિર્માતા શંકરે ટ્વીટ કર્યું, "અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ઈન્ડિયન 2નું બાકી શૂટિંગ આજથી શરૂ થાય છે! તમારા બધાના સમર્થન અને શુભેચ્છાઓની જરૂર છે.