દિલજીત દોસાંઝે શેર કરી ઇવાન્કાની ફોટોશૉપ કરેલી તસવીર, તો ઇવાન્કાએ આપ્યો આવો જવાબ........
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2020 09:53 AM (IST)
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની પત્ની અને દીકરી સાથે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા હતા
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની પત્ની અને દીકરી સાથે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા હતા. અહીં તેમને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બાદ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના કેટલાક ફોટોગ્રાફ પણ વાયરલ થયા હતા. આમા એક તસવીર એવી હતી જેમાં આખો પરિવાર તાજમહેલની મુલાકાતે પહોંચ્યો હતો. તાજમહેલની મુલાકાતની એક તસવીર ઇવાન્કા ટ્રમ્પે પોતાના ઇન્ટાગ્રામ પર શેર કરી હતી, તેને આ તસવીર શેર કરતાં ભારતનો આભાર માન્યો હતો. હવે તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. કેમકે ભારતીય સિંગર દિલજીત દોસાંઝે તેને ફોટોશોપ કરીને શેર કરી છે. બૉલીવુડ એક્ટર અને પંજાબી સિંગર દિલજીત દોસાંઝે ઇવાન્કા ટ્રમ્પની સાથે ફોટોશોપ કરેલી તસવીર ટ્વીટર પર શેર કરી, આ તસવીરમાં દિલજીત ઇવાન્કાની સાથે તાજમહેલની આગળ બેસેલો દેખાઇ રહ્યો છે. આ તસવીર શેર કરતાં તેને લખ્યું કે, 'મેં ઔર ઇવાન્કા. પીછે હી પડ ગઇ..... કહતી હૈ કે તાજમહલ જાના હૈ તાજમહલ જાના હૈ. મૈં ફીર લે ગયા ઔર ક્યા કરતા." દિલજીત દોસાંઝના ટ્વીટનો ઇવાન્કાએ પણ જવાબ આપ્ય, તને લખ્યું. 'દિલજીત દોસાંઝ મુજે શાનદાર તાજમહલ પર લે જાને કે લીયે ધન્યવાદ! યે એક એસા અનુભવ થા, જિસે મેં કભી નહીં ભૂલુંગી.!