મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત અને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા મામલે દરરોજ નવા નવા ટ્વીસ્ટ, ખુલાસા અને દાવાઓ સામે આવી રહ્યાં છે. હવે દિશા સાલિયનનો પાર્ટીનો દિશાનો છેલ્લો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દિશા સાલિયનનો એક વીડિયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઘરમાં યોજેલી પાર્ટીમા સારા મૂડમાં છે, તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી છે.

કહેવાઇ રહ્યુ છેકે આ વીડિયો તેના મોતના થોડાક કલાકો પહેલાનો છે. આમાં તેની જિંદગીની છેલ્લી ક્ષણોને કેદ કરવામાં આવી છે. વીડિયોમાં દિશા સાલિયન તેના મંગેતર રોહન રૉય અને કેટલાક મિત્રો સાથે એક હાઉસ પાર્ટીમાં દેખાય છે. આ વીડિયોને દિશા દ્વારા કથિત રીતે પોતાના મિત્રોના વૉટ્સએપ ગ્રુપમાં પૉસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દિશાને ઋત્વિક રોશનની એક ધૂન પર ડાન્સ કરતા જોવામાં આવી રહી છે.

એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર 7 જૂનની રાત્રે દિશાના જન્મદિવસ મનાવવા માટે તેના કેટલાક મિત્રો ભેગા થયા હતા. જન્મદિવસ થોડાક દિવસ પહેલા જ હતો, તે પાર્ટી માટે તે બધા 7 જૂને જ મળ્યા હતા. 7 જૂનની રાત્રે દિશા અને રોહનની ઘરે પાર્ટી થઇ, આ પાર્ટીમાં દિશાનો મંગેતર રોહન અને તેના મિત્ર હિમાંશુ, દીપ, ઇન્દ્રનીલ અને રેષા હાજર રહ્યાં હતા. આ સિવાય બીજુ કોઇ નહીં જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.



દિશાના મોત પહેલાનો વીડિયો રાત્રે લગભગ 11.30 વાગ્યાનો છે. આ પછી દિશા ખુબ ઇમૉશનલ થવા લાગી. રાત્રે 11.45 વાગ્યે દિશાએ તેની મિત્ર અંકિતા જે લંડનમાં રહે છે, તેને વીડિયો કૉલ કર્યો અને પોતાની પ્રૉફેશનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક વાતો કરી. તેના અનુસાર તે પોતાની પ્રૉફેશનલ લાઇફમાં કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી હતી.