Drishyam 3: બૉલીવુડ જગતમાંથી એક મોટી ખબર સામે આવી છે, હવે બહુ જલદી એક નવી ફિલ્મ આવી રહી છે, ખાસ વાત છે કે, અજય દેવગનના ફેન્સ માટે ખુશખબરી છે કે દ્રશ્યમ 3 બહુ જલદી થિએટરોમાં આવી શકે છે. 2013માં સુપરસ્ટાર મોહનલાલ અને જીતુ જોસેફ ક્રાઈમ થ્રિલર 'દ્રશ્યમ' માટે સાથે આવ્યા હતા. આ ફિલ્મ એટલી બધી સક્સેસ રહી હતી કે હિન્દીમાં અજય દેવગન, તમિલમાં કમલ હાસન અને તેલુગુમાં વેંકટેશ સાથે રિમેક કરવામાં આવી હતી. આ તમામ ફિલ્મોએ બૉક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. હવે એક નવા અપડેટ પ્રમાણે, દ્રશ્યમના નિર્માતાઓએ તેના હિન્દી ફિલ્મમેકરો સાથે ત્રીજા હપ્તા માટે કરાર કર્યો છે. એક ન્યૂઝ પૉર્ટલ અનુસાર, 'દ્રશ્યમ 3' હિન્દી અને મલયાલમના ફિલ્મ મેકરો વચ્ચે ડેવલૉપિંગ ફેઝમાં પહોંચી ગઇ છે.


'દ્રશ્યમ 3' 3 પર મોટું અપડેટ -
નિર્દેશક અભિષેક પાઠક અને પોતાના લેખકોની ટીમે કથિત રીતે 'દ્રશ્યમ 3' માટેના મૂળ કથાનકને ક્રેક કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જીતુ જોસેફ અને તેની ટીમને તે ગમ્યુ પણ છે અને હવે આને પટકથામાં ડેવલપ કરવાની દિશામાં કામ કરી રહી છે. દ્રશ્યમની હિન્દી અને મલયાલમ ટીમો બંને ફિલ્મોને એકસાથે શૂટ કરવા અને આખા ભારતમાં એક જ તારીખે રિલીઝ કરવાના વિઝન સાથે સાથે મળીને કામ કરી રહી છે. આમાં મોહનલાલ મલયાલમમાં જ્યોર્જ કુટ્ટીની ભૂમિકાને ફરીથી રજૂ કરશે, અને અજય દેવગન હિન્દીમાં વિજય સલગાંવકર તરીકે ફરી એકવાર જોવા મળશે.


એવું કહેવાઇ છે કે, એકવાર પટકથા લૉક થઈ ગયા પછી, તેલુગુ 'દ્રશ્યમ'ના નિર્માતાઓ પણ હિન્દી અને મલયાલમ ટીમ સાથે મળીને આ જ તારીખે ફિલ્મ રિલીઝ કરશે. આ ફિલ્મ 2024 સુધીમાં ફ્લૉર પર આવી જવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, 'દ્રશ્યમ 2' અજય દેવગનની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. ગયા વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કર્યો હતો. ટિકિટ વિન્ડો પર આ ફિલ્મે ખુબ સારી કમાણી કરીને અર્નિંગના કેટલાય રેકોર્ડ બનાવ્યા. લોકોને અજય દેવગનના અભિનયની સાથે ફિલ્મની સ્ટૉરી પણ ખુબ પસંદ આવી હતી.