મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો એટલે કે એનસીબીએ રિયા ચક્રવર્તીને આજે સવારે સમન્સ આપી દીધુ હતુ. સમન્સ આપવા દરમિયાન એનસીબીએ રિયાને બે વિકલ્પ આપ્યા હતા. પહેલુ હતુ- તરતજ એનસીબીની ટીમ સાથે જવાનુ, અને બીજુ એકલી આવવાનુ. રિયાએ બીજા વિકલ્પને પસંદ કર્યુ હતુ, જેથી તે પોતાના વકીલ સતિશ માનશિંદેને સમન બતાવી શકે છે અને તેની પાસે કંઇક સલાહ લઇ શકે. થોડીવાર પહેલા જ રિયા એનસીબીની ઓફિસે પહોંચી છે.


એનસીબીની ઓફિસમાં રિયા સાથે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ પર પુછપરછ થવાની છે. પરંતુ તેના પહેલા તેના વકીલ સતિશ માનશિંદેએ કહી દીધુ કે રિયા ધરપકડ માટે તૈયાર છે. તેમને આ ને વિચ હન્ટ ગણાવ્યુ છે. વકીલ માનશિંદેએ થોડુ ઇમૉશનલ કાર્ડ રમતા કહ્યું- ધરપકડથી બચવા માટે રિયાએ સીબીઆઇ, ઇડી અને એનસીબીના કોઇપણ કેસમાં આગોતરા જામીન માટે કોર્ટ નથી ગઇ.

સતિશ માનશિંદેએ એક નિવેદનમાં કહ્યું- રિયા પોતાની ધરપકડ માટે તૈયાર છે, કેમકે તે વિચ હન્ટ છે. જો કોઇને પ્રેમ કરવો ગુનો છે, તો તેને પોતાના પ્રેમનુ પરિણામ ભોગવવુ પડશે. વકીલે રિયાની ધરપકડ માટે પ્રેમની વાતને આગળ ધરી દીધી હતી. વકીલે કહ્યું કે રિયાએ નિર્દોશ હોવાના કારણે કોઇપણ કોર્ટનો દરવાજો નથી ખખડાવ્યો.