મુંબઈ: સુશાત સિંહ રાજપુત કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબી દ્વારા તપાસ ચાલું છે. રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ તેને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. સુશાત સિંહ કેસમાં અનેક મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરની જાણકારી અનુસાર, રિયાએ બી ટાઉનના 25 મોટા નામોનો ખુલાસો કર્યો છે. જે ડ્રગ્સનું સેવન કરે છે અથવા ડ્રગ્સ પાર્ટીઓમાં સામેલ થતા હતા.


રિપોર્ટ અનુસાર, જે 25ના નામોનો ઉલ્લેખ કર્યો છે, આ નામો બોલિવૂડ એક્ટ્રેસ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત કેટલાક સ્ટાર્સ સામેલ છે. એવામાં બોલિવૂડ એન્ગલથી ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલી એનસીબીની ટીમ જલ્દી જ બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવી શકે છે. તે સિવાય ફેશન ડિઝાઈનર સિમોનને પણ સમન્સ આપશે.



સૂત્રો અનુસાર, રકુલ પ્રીત સિંહ, સિમોન આ બે વર્ષથી રિયાના મિત્ર છે. આ બન્ને રિયા સાથે ડ્રગ્સ લેતા હતા. તે સિવાય સારા અલી ખાન, રિયા અને સુશાંત બન્ને સાથે ડ્રગ્સ લેતા હતા. આ તમામ ખુલાસા રિયાએ પોતાના નિવેદનમાં કર્યા છે.

આ સમગ્ર મામલે અનુજ કેશવાનીના નિસાંનદેહી પર રેડ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ અને ગોવામાં કુલ 6 જગ્યા પર ડ્રગ્સ પેડલરોને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર મુંબઈથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને ડ્રગ્સ પેડલર છે તેઓ કોને કોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા તેની પૂછપરછ ચાલી રહી છે.