મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ચાલી રહેલી તપાસમાં સતત મોટા ખુલાસા થઇ રહ્યાં છે. બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે એનસીબીએ ડ્રગ્સ મામલાની તપાસ દરમિયાન લગભગ સાડા પાંચ કલાક સુધી પુછપરછ કરી, વળી, ડ્રગ્સમાં જ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી અભિનેત્રી સારા અલી ખાન સાથે પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન એનસીબીએ સારાનો ફોન પણ જપ્ત કરી લીધો છે.
ખરેખર, એનસીબીએ ડ્રગ્સ મામલા સાથે જોડાયેલા સબુતો એકઠા કરવા માટે સારા અલી ખાનનો ફોન જપ્ત કરી લીધો છે. આ ફોન સારા અલી ખાને વર્ષ 2019માં ઉપયોગમાં લીધો હતો. એનસીબીએ સારા પાસેથે તેનો વર્ષ 2017, 2018માં ઉપયોગમાં લીધેલો મોબાઇલ ફોન પણ પુછપરછ દરમિયાન માંગ્યો હતો. જેને સારા અલી ખાન અવેલેબલ ના કરવી શકી, એનસીબીના સવાલ પર સારાનુ કહેવુ હતુ કે તેને નથી ખબર હાલના સમયે તે ફોન ક્યાં છે. ખરેખર કાલે પુછપરછ દરમિયાન સારા જે મોબાઇલ ફોન લઇને આવી હતી તેને એનસીબીએ જપ્ત કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે એનસીબીએ થોડાક દિવસો પહેલા પુછપરછ દરમિયાન એનસીબીએ અભિનેત્રી દીપિકા પાદુકોણનો ફોન પણ જપ્ત કરી લીધો છે. આની સાથે જ એનસીબીએ પુછપરછની પ્રક્રિયામાં થોડીક શંકાઓના કારણે દીપિકાની મેનેજર કરિશ્મા, જયા શાહ, રકુલ પ્રીત, સિમોન ખંબાટાનો મોબાઇલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
ખાસ વાત છે કે તમામ અભિનેત્રીઓએ ખુદે ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો છે. વળી એનસીબીને આ વાત હજમ નથી થતી, એટલે બધાના મોબાઇલને જપ્ત કરી લેવામાં આવ્યા છે. હવે એનસીબી મોબાઇલ ફોન મારફતે નવા સબૂતો શોધશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
NCBએ જપ્ત કર્યો સારા અલી ખાનનો મોબાઇલ, દીપિકા, શ્રદ્ધા અને સારાને ના મળી ક્લિનચીટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2020 11:35 AM (IST)
બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે એનસીબીએ ડ્રગ્સ મામલાની તપાસ દરમિયાન લગભગ સાડા પાંચ કલાક સુધી પુછપરછ કરી, વળી, ડ્રગ્સમાં જ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી અભિનેત્રી સારા અલી ખાન સાથે પુછપરછ કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -