Ashish Vidyarthi Second Marriage: આશિષ વિદ્યાર્થી ફિલ્મ અને ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. પોતાના કામ સિવાય આશિષ હાલમાં તેના બીજા લગ્નને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. 60 વર્ષની ઉંમરે તેણે કોલકાતાની બિઝનેસવુમન રૂપાલી બરુહા સાથે લગ્ન કર્યા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ સમાચાર સામે આવતાની સાથે જ તેની પ્રથમ પત્ની રાજોશી બરુઆ એટલે કે પીલુ વિદ્યાર્થી આ સમાચારથી ખૂબ જ દુઃખી છે. હવે રાજોશીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ઈમોશનલ પોસ્ટ્સ પોસ્ટ કરી છે. જે દર્શાવે છે કે તે આશિષ વિદ્યાર્થીના બીજા લગ્નને લઈને કેટલી દુઃખી છે.
આશિષની પહેલી પત્ની રાજોશીનું છલકાયું દર્દ
રાજોશી આશિષના બીજા લગ્નથી ખૂબ જ દુઃખી છે. હવે તેની વ્યથા સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગઈ છે. રાજોશીએ 17 કલાકમાં બે રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી છે. જેના કારણે લાગે છે કે તે અત્યારે કેટલી દુખી છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, 'યોગ્ય વ્યક્તિ તમને એ પ્રશ્ન નહીં પૂછે કે તમે તેમના માટે કેમ મહત્ત્વપૂર્ણ છો. તે એ ક્યારેય નહી કરે જેના વિશે તે જાણે છે કે તેનાથી તમને કેટલી તકલીફ થસે. આ યાદ રાખજો.
'હવે સમય આવી ગયો છે'
રાજોશીએ તેની આગામી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ' થઈ શકે છે કે વધારે વિચારવું અને શક અત્યારે તમારા મગજમાંથી બહાર નીકળી ગયો હોય. થઈ શકે કે સ્પષ્ટતાએ મૂંઝવણનું સ્થાન લઈ લીધું હોય. શાંતિ અને ધૈર્ય તમારા જીવનને ભરી દે. તમે લાંબા સમય સુધી મજબૂત રહ્યા છો અને હવે સમય આવી ગયો છે કે તમને આશીર્વાદ મળવા જોઈએ કારણ કે તમે તેના લાયક છો.
'આ જ જીવન છે'
રાજોશીએ તેની ઈન્સ્ટાગ્રામ વોલ પર એક તસવીર પણ શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'જીવનની રમતમાં ફસાશો નહીં, આ જ જીવન છે.'