Jennifer Mistry Filed Case Against Asit Modi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શ્રીમતી રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. તેણે તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજ પર કામના સ્થળે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ અભિનેત્રીએ ત્રણેય વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાવી છે.


જેનિફરે અસિત મોદી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી


ETimes TVના અહેવાલ મુજબ જેનિફરે જણાવ્યું કે તે પોતાના વતનથી મુંબઈ પરત આવી છે. જેનિફરે એ પણ જણાવ્યું કે તાજેતરમાં જ પવઇ પોલીસે તેનું નિવેદન નોંધવા માટે બોલાવી હતી. અભિનેત્રીએ કહ્યું, "હું મુંબઈ પાછી આવી ગઈ છું અને પવઈ પોલીસ દ્વારા બોલાવવામાં આવી હતી. હું ગઈ કાલે પવઈ પોલીસ સ્ટેશન ગઈ હતી અને મારું નિવેદન નોંધ્યું હતું. હું બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી હતી અને સાંજે 6 વાગ્યા પછી જતી રહી હતી. મેં મારું સંપૂર્ણ નિવેદન આપ્યું છે. હું ત્યાં 6 કલાક રોકાઈ હતી . હવે કાયદો પોતાનું કામ કરશે."


તેણે વધુમાં કહ્યું, "મને કહેવામાં આવ્યું છે કે જો કંઈ પણ કરવાની જરૂર છે અને મારે ફરીથી જવાની જરૂર છે તો તેઓ મને જણાવશે. હાલ માટે, મેં મારું નિવેદન નોંધાવ્યું છે.


પ્રોડક્શન હાઉસે જેનિફર પર પણ આરોપ લગાવ્યો હતો


અને જેનિફરે અસિત મોદી, સોહિલ અને જતિન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા પછી, પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કરીને અભિનેત્રીને અનુશાસનહીન, અનાદરકારી અને સેટ પર લોકો સાથે નિયમિત રીતે ગેરવર્તન કરતી ગણાવી હતી. બીજી તરફ ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા, મોનિકા ભદોરિયા અને નિર્દેશક માલવ રાજદાએ પ્રોડક્શન હાઉસ દ્વારા જેનિફર વિરુદ્ધ કરવામાં આવેલા દાવાઓને ફગાવી દીધા અને તેના બદલે અભિનેત્રીને કામ કરવા માટે ખુશ વ્યક્તિ ગણાવી.


મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજા રાજડાએ પણ આક્ષેપો કર્યા હતા


મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજા રાજદાએ પણ સેટ પર જેનિફરની કામ કરવાની પરિસ્થિતિઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા બાદ અસિત મોદી સહિત પ્રોડક્શન હાઉસ પર અનેક આરોપો લગાવ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં, આ અભિનેત્રીઓએ જેનિફરના સેટ પર માનસિક ઉત્પીડનના આરોપોને સમર્થન આપ્યું હતું, જો કે, તેઓએ જાતીય સતામણીના એંગલ પર કોઈ ટિપ્પણી કરી ન હતી.


જણાવી દઈએ કે જેનિફર 15 વર્ષ સુધી આ શોનો ભાગ હતી. પરંતુ નિર્માતાઓ સાથે અણબનાવ પછી, જેનિફરે 7 માર્ચે શો છોડી દીધો અને ત્યારથી તે સેટ પર પાછી ફરી નથી.