Virat Kohli Anushka Sharma: બોલિવૂડ એક્ટ્રેસ  અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પાવર કપલ માનવામાં આવે છે. ઘણીવાર બંને દરેક જગ્યાએ સાથે જોવા મળે છે. બંને તાજેતરમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સના રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાએ પોતાના સંબંધો વિશે વાત કરી હતી. અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે ડેટિંગ પહેલા વિરાટની કઈ વાતે તેને સૌથી વધુ પ્રભાવિત કરી હતી.


વિરાટની આ વાત પર ફિદા થઇ હતી અનુષ્કા


સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં અનુષ્કાએ જણાવ્યું કે વિરાટની યાદશક્તિ ખૂબ જ શાર્પ છે. પછી વિરાટે એ પણ કહ્યું કે તેને ખાસ વસ્તુઓ યાદ છે. ક્યારેક તેઓ નાની-નાની વાતો પણ ભૂલી જાય છે. આ દરમિયાન વિરાટે એ પણ જણાવ્યું કે અનુષ્કા તેને યાદ રાખવા માટે ખાસ તારીખો આપે છે. તેથી જ હું તેને યાદ કરવામાં વધુ સારો બન્યો છું. આ પછી અનુષ્કાએ કહ્યું કે જ્યારે મેં વિરાટને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે હું એ વાતથી ખૂબ પ્રભાવિત થઈ હતી કે તેની યાદશક્તિ ઘણી સારી છે.


સોશિયલ લાઇફથી કેમ દૂર રહે છે કપલ


પાર્ટીઓથી દૂર રહેવાના સવાલ પર અનુષ્કાએ કહ્યું, આ કોઈ બહાનું નથી. એ હકીકત છે કે જ્યારે તમે માતા પિતા બનો ત્યારે તમે બહુ સોશિયલ બની શકતા નથી. અમે કોઈપણ રીતે ખૂબ સોશિયલ નથી. અમને સામાન્ય વસ્તુઓ કરવી અને ઘરે સમય પસાર કરવો ગમે છે. અમને એકબીજા સાથે સમય પસાર કરવા માટે વધુ સમય મળતો નથી, તેથી જ્યારે પણ અમને સમય મળે છે અમે એક પરિવાર તરીકે સમય પસાર કરવાનું પસંદ કરીએ છીએ.


ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે


અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર બની રહેલી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે.


Ashish Vidyarthi Marriage : બોલિવુડના 'વિલન'એ 60 વર્ષે કર્યા બીજા લગ્ન


Ashish Vidyarthi Second Marriage : બોલિવૂડમાં વિલનની ભુમિકા અદા કરતા પ્રખ્યાત અભિનેતા આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. આશિષ વિદ્યાર્થિએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેની પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનની વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. અભિનેતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો સામે આવતા જ તે આગની જેમ ફેલાઈ ગઈ હતી.


આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુઆ કોણ? 


બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર લોકપ્રિય અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષ વિદ્યાર્થીનું દિલ જીતનાર રૂપાલી બરુઆહ કોણ છે તે જાણવા માટે પણ ઉત્સુક બન્યા છે.


આશિષ વિદ્યાર્થિ અને રૂપાલી બરુહાના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 60 વર્ષની ઉંમરે ફરી લગ્ન કર્યા બાદ આશિષ વિદ્યાર્થીની ખુશીનો કોઈ પાર નથી. કોણ છે રૂપાલી બરુઆ અને આશિષ વિદ્યાર્થી તેને કેવી રીતે મળ્યો, ચાલો જાણીએ