Sanjay Gadhvi Passed Away: ફિલ્મ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ ધૂમના નિર્દેશક સંજય ગઢવીનું આજ રોજ નિધન થયુ છે. 57 વર્ષની ઉંમરમાં સંજય ગઢવીએ દુનિયાને અલવિદા કહ્યું. મળતી માહિતી અનુસાર સંજય ગઢવીનું નિધન સવારમાં મોર્નિંગ વોક દરમિયાન થયુ. જ્યારે સંજય પાર્કમાં ચાલવા નિકળ્યા હતા ત્યારે આ ઘટના બની. વોક કરતી વખતે છાતીમાં દુખાવો થવા લાગ્યો. છાતીમાં દુખાવો થતા એમને હોસ્ટિપલમાં લઇ જવામાં આવ્યા પરંતુ એમનું નિધન થઇ ગયુ હતુ. હોસ્પિટલમાં તપાસ પછી ડોક્ટર્સની ટીમે એમને મૃત ઘોષિત કર્યા.


ધૂમ અને ધૂમ 2 જેવી શાનદાર એક્શન ફિલ્મોનું નિર્દેશન કરનાર સંજય ગઢવીના મોતથી દરેક લોકો હેરાન થઇ ગયા છે. સંજય ગઢવીના નિધનના સમાચારથી બોલિવૂડથી લઇને ફેન્સ વર્ગ અનેક રીતે દુખી થઇ ગયા છે. ફિલ્મ જગતથી લઇને સેલેબ્સ સંજય ગઢવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


 






એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, સંજય ગઢવીની પુત્રી સંજના ગઢવીએ જણાવ્યું કે 19 નવેમ્બરની સવારે તેમનું અવસાન થયું. તેને કોઈ રોગ કે સમસ્યા નહોતી અને તે સંપૂર્ણ સ્વસ્થ હતા. તમને જણાવી દઈએ કે, સંજય ગઢવીએ 'ધૂમ' અને 'ધૂમ 2' જેવી એક્શન ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. આવી ફિલ્મ બનાવીને તેમણે ભારતીય સિનેમાને એક નવી ઉંચાઈ પર લઈ ગયા હતા.


સંજય ગઢવીને પત્ની જીના અને બે દીકરીઓ છે. સંજના તેની મોટી દીકરી છે. તમને જણાવી દઈએ કે, સંજય ગઢવીએ વર્ષ 2000માં ફિલ્મ 'તેરે લિયે'થી ડિરેક્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમણે યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું. જેમાં ‘ધૂમ’, ‘ધૂમ 2’ અને 2002ની ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ પણ સામેલ છે.


સંજય ગઢવીની યાદગાર ફિલ્મો
સંજય ગઢવીએ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિડનેપ'નું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત, ઈમરાન ખાન અને મિનિષા લાંબા મુખ્ય ભૂમિકામાં હતા. 2012 માં, આવેલ અર્જુન રામપાલ અભિનીત ફિલ્મ 'અજબ-ગજબ લવ' અને 2020 માં, તેણે અમિત સાધ અને રાહુલ દેવ અભિનીત 'ઓપરેશન પરિંદે' દિગ્દર્શિત કરી હતી.