Fardeen Khan And Natasha Part Ways: ફરદીન ખાને પોતાની એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે, પરંતુ હાલમાં તેના અંગત જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. ફરદીન ખાન વિશે તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ફરદીન લાંબા સમયથી તેની પત્ની નતાશા માધવાણીથી અલગ રહે છે, હવે બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.
દંપતી એક વર્ષથી અલગ રહે છે
2015માં ફરદીન અને નતાશાએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. E-Times ના અહેવાલ મુજબ, હવે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે અંતર આવી ગયું છે, તે હજુ સુધી જાહેર કર્યું નથી. આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી.
કોણ છે નતાશા?
તમને જણાવી દઈએ કે નતાશા 80ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેના લગ્ન ખૂબ જ ગ્રાન્ડ સેરેમની સાથે થયા હતા. બંનેને બે બાળકો પણ છે. આ રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.