નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોમવારે માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ દિકરીને જન્મ આપ્યો હતે. છેલ્લા ઘણા સમયથી વિરાટ-અનુષ્કા પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવ્યો હતો.

વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામન અનવી (Anvi) રાખ્યું છે. જે અનુષ્કા અને વિરાટના નામથી મળીને બન્યું છે. અનવી હિન્દુ ધર્મનું નામ છે અને ખૂબ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી પણ આ નામથી ઓળખવામાં આવે છે.  આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમની દીકરીની તસવીર વાયરલ થઈ છે.

વિરાટ કોહલીના ભાઈએ vK0681 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તસવીરમાં શેર કરીને લખ્યું,  “Happiness overboard... angel in the house.”


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


વિરાટ કોહલી અને અનુષ્કાના ઘરે બાળકીનું આગમન થતાં તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. 11 જાન્યુઆરી પોષ માસની શિવરાત્રીએ બાળકીના જન્મને જ્યોતિષીએ શુભ ગણાવ્યો છે. જ્યોતિષી મુજબ બાળકી ઉર્જાવાન અને ઓજસ્વી પ્રતિભાશાળી બનશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓમાંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.

અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું. અનુષ્કાએ ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો હાલમાં જ શૅર કર્યો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ શૅર કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી નિર્ણાયક ટેસ્ટમાં જાડેજા-વિહારી પછી ભારતનો આ સુપરસ્ટાર બહાર થતાં મોટો ફટકો, જાણો વિગત

ઓસ્ટ્રેલિયનોને ખબર ના પડે એટલે મેદાન પર અશ્વિન-વિહારી કઈ ભાષામાં કરતા હતા વાત  ?