1 June Birthday : આજે એટલે કે પહેલી જૂને ફિલ્મોના સુપરસ્ટાર હીરો આર માધવન R Madhavan)નો જન્મ દિવસ છે. આર માધવને હિન્દી ફિલ્મોમાં અનેક પ્રકારની ભૂમિકા નિભાવી છે. એક્ટર ક્યારેય કોઇપણ પ્રકારના વિવાદોમાં નથી પડ્યો. હંમેશા એક આઇડલ પર્સલની જેમ જ દેખાયો છે. એક્ટર સામાન્ય પ્રયાસોથી એક સામાન્ય માણસથી હીરો બની ગયો. આર માધવને કેટલીય ફિલ્મોમાં પોતાના રૉલથી ફેન્સના દિલ જીતી લીધા છે. 


52 વર્ષીય કલાકાર આર માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ જમશેદપુરમાં થયો હતો.  તેની પત્નીનુ નામ સરીતા બીરજે છે. બન્ને એક દીકરો છે, જેનુ નામ છે વેદાન્ત માધવન. ખાસ વાત છે કે, આર માધવન જેટલો સારો હીરો છે તેટલો જ સારો પિતા પણ છે. કારણ કે તેને પોતાના દીકરાને એક અલગ જ દીશા આપી છે. 


આર માધવને બીજા એક્ટરોની જેમ દીકરાને ફિલ્મોમાં નથી લાવ્યો, પરંતુ સ્પોર્ટ્સની એક રિયાલિસ્ટીક દુનિયાથી રૂબરૂ કરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આર માધવનના દીકરા વેદાન્ત માધવને આ વર્ષે યોજાયેલી એપ્રિલમાં ડેનિશ ઓપનમાં પુરુષોી 800 મીટર ફ્રી સ્ટાઇલ કૉમ્પિટીશનમાં એલેક્ઝેન્ડર એલ બ્યૉર્નને તેના જ દેશમાં 0.10 સેકેન્ડના અંતરથી હરાવીને ગૉલ્ડ પર કબજો જમાવ્યો હતો.  


સ્વીમિંગ એક્સપર્ટ વેદાન્ત માધવને કૉપેનહેગનમાં શાનદાર પરફોર્મ્સ આપતા ડેનિશ ઓપનમાં પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 


આર માધવનનુ પુરુ નામ રંગનાથન માધવન છે. તેને મુંબઇની કે કે સી કૉલેજમાંથી પબ્લિંગ સ્પીકિંગમાં પૉસ્ટ ગ્રેજ્યૂશન કર્યુ છે. બાદમાં પોતાની એક્ટિંગ કેરયર શરૂ કરી, બાદમાં ઇરુવરથી તામિલ ફિલ્મોમાં ઓળખ મળી. બાદમાં મણીરત્નમની કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ. 


વર્ષ 1999માં આર માધવન અને શિક્ષિકા સરિતા સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં વર્ષ 2011માં આર માધવને ફિલ્મ રહેના હૈ તેરે દિલમેમાંથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી આર માધવને  ક્યારેય પાછળ ફરીને નથી જોયુ.


આ પણ વાંચો........


વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો


Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ


Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક


Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો


Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં


ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા