'Thank God' Film Controversy: આજકાલ બૉલીવુડ ફિલ્મોને લઇને વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. અજય દેવગન અને સિદ્વાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેન્ક ગૉડ' (Film Thank God) પણ રિલીઝ પહેલા વિવાદોમાં સપડાઇ ગઇ છે. મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે (Vishwas Sarang) આને લઇને કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો છે, તેમને માંગ કરી છે કે અજય દેવગન અને સિદ્વાર્થ મલ્હોત્રાની આવનારી ફિલ્મ 'થેન્ક ગૉડ' પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.


બીજેપી નેતા વિશ્વાસ સારંગે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે, આગામી કૉમેડી ફિલ્મ 'થેન્ક ગૉડ'માં હિન્દુ દેવતાઓનુ અનુચિત ચિત્રણ કરવામાં આવ્યુ છે, જોકે આના પર હજુ સૂચના તથા પ્રસારણ મંત્રાલયનુ અધિકારિક નિવેદન નથી આવ્યુ. ફિલ્મ વિશે વાત કરીએ તો આ ઇન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત પારિવારિક મનોરંજન ફિલ્મ છે, જેમાં અજય દેવગન, સિદ્વાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. 



ફિલ્મની કહાણી - 
ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યમલોકની વાર્તા પર આધારિત હશે. ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પતિ-પત્નીની ભૂમિકામાં છે. ફિલ્મમાં નોરા ફતેહીનો એક આઈટમ નંબર પણ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 25 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે.


 










--