નવી દિલ્હીઃ ફિલ્મકાર અનુભવ સિન્હા દ્વારા મંગળવારે બૉલીવુડમાંથી રાજીનામુ આપવાની વાત કહેવાઇ હતી. ત્યારબાદ સિનેમાપ્રેમી આ વાતને લઇને અનુમાન લગાવવા લાગ્યા હતા કે કદાચ તે ફિલ્મો બનાવવાનુ બંધ કરી દેશે. પણ હવે આના પર સ્પષ્ટતા કરતા સિન્હાએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે તેને માત્ર બૉલીવુડનો સાથ છોડ્યો છે, સિનેમાનો નહીં.

તેમને ટ્વીટ કરતા કહ્યું- બેશક હું ફિલ્મો બનાવીશ, પણ વધારે જ બનાવીશ, પણ હું નાટકીય રીતે પોતાની યોજનાઓને બદલી રહ્યો છું, જેમાં બેકારની વાતો યથાસંભવ ઓછી હશે. આવનારા સમયમાં તમને વધારે માહિતી આપીશ.



જોકે, પોતાના આ ટ્વીટ બાદ અનુભવ સિન્હા ટ્રૉલ્સના નિશાને ચઢ્યા હતા. તેમના ટ્વીટ્સને લઇને કેટલાય યૂઝર્સ મજેદાર અંદાજમાં રિએક્ટ કર્યુ હતુ. લોકો સોશ્યલ મીડિયા પર આ વાતને લઇને અનિભવ સિન્હાની મજાક ઉડાવવા લાગ્યા હતા.

લોકોએ સોશ્યલ મીડિયા મજાક ઉડાવી, એક યૂઝરે કહ્યું- કોને પરવા છે તમે શું કરી રહ્યાં છે. એક અન્ય યૂઝરે લખ્યું- તમારા જુઠ્ઠાણા પર કોઇ વિશ્વાસ નથી કરી રહ્યાં, સિમ્પથી માટે આ બધુ નાટક ના કરો, સુધરી જાઓ ભાઇ સાહેબ, પોતાના ફાયદા માટે મોટા બૉલીવુડ સેલેબ્સ માટે ચમચાગિરી ના કરો.



ડાયરેક્ટર અભિનવ સિન્હાએ વર્તમાન સ્થિતિનો હવાલો આપતા બૉલીવુડમાં રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ હતુ, અને તેને એક ટ્વીટ પણ કર્યુ હતુ. ટ્વીટરમાં લખ્યું- હું બૉલીવુડમાંથી રાજીનામુ આપુ છુ, આનો જે પણ મતલબ થતો હોય. એટલુ જ નહીં અનુભવ સિન્હાએ પોતાના ટ્વીટર હેન્ડલના નામની સાથે 'નૉટ બૉલીવુડ' પણ એડ કરી દીધુ હતુ.