મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ ઇન્ડિસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રજત મુખર્જીનુ નિધન થઇ ગયુ છે. તેમને ગઇ રાત્રે જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાઇ રહ્યું છે કે તેમને એપ્રિલ મહિનાથી જ કિડનીની તકલીફ હતી, જેના કારણે તે હૉસ્પીટલમાં ભરતી હતા. રજત મુખર્જીના નિધનના સમાચાર સાંભળતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. સોશ્યલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ શોક વ્યક્ત કરવા લાગ્યા છે.

રજત મુખર્જી મુંબઇમાં રહેતા હતા, પરંતુ લૉકડાઉન થયા બાદ તે પોતાના શહેર જયપુરમાં ચાલ્યા ગયા હતા. વળી કાલે રાત્રે તેમને દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમને કિડનીની સાથે સાથે ફેફસાનુ પણ ઇન્ફેક્શન લાગેલુ હતુ.



ડાયરેક્ટર તરીકે તેમનુ નામ ખાસ કરીને પ્યાર તૂને ક્યા કિયા, રૉડ, લવ ઇન નેપાલ અને ઉમ્મીદ જેવી ફિલ્મો માટે જાણીતુ છે.

રજત મુખર્જીના નિધન પર અભિનેતા મનોજ વાજપેયી, હંસલ મહેતા જેવા સ્ટારે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.