બૉક્સ ઓફિસ ઇન્ડિયાની વેસબાઇટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’એ પાંચમા દિવસે 16 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવામાં આ ફિલ્મએ પાંચ દિવસોમાં જ 94 કરોડના કલેક્શનના આંકડાને પાર કરી લીધો છે.
પહેલા અઠવાડિયામાં જ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ 115 કરોડનુ કલેક્શન કરી શકે છે. ધમાકેદાર કલેક્શનના આંકડાને જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ માટે ન્યૂ ઇયર ગુડ ન્યૂઝ બની શકે છે.
‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે વરુણનુ કેરેક્ટર ખુબ સરસ રીતે નિભાવ્યુ છે, સાથે કરિના કપૂરે પણ શાનદાર રીતે સાથ આપ્યો છે. બન્ને કપલ ફિલ્મમાં ખુબ એક્ટિંગ કરી રહ્યાં છે. સાથે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીએ પણ સ્ક્રીન પર મજેદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલૉગ છે જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે.