નવી દિલ્હીઃ ન્યૂ ઇયર 2020 સેલિબ્રેશન માટે અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વિન્ટર વેકેશન મનાવી રહ્યાં છે. આવામાં ન્યૂ ઇયરમાં આ સ્ટાર કપલને ખુબજ સુંદર તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. વિરાટ અને અનુષ્કાની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આજકાલ બન્ને એકબીજાની સાથે સ્વિત્ઝર્લેન્ડના પહાડોમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

વિરાટે તાજેતરમાં જ એક તસવીર શેર કરી છે જેમાં અનુષ્કા ડક ફેસમાં દેખાઇ રહી છે. અનુષ્કાની આ તસવીરને શેર કરતા વિરાટને જે કેપ્શન લખ્યુ તેને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. વિરાટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં તસવીર શેર કરતા લખ્યુ કે- "હું ક્યૂટ વસ્તુ કેમ પ્રેમ ના કરુ."



વિરાટ અને અનુ્ષ્કા હાલ સ્વિત્ઝર્લેન્ડમાં છે, અને બન્ને વેકેશનના ખાસ પળની તસવીરો ક્લિક કરી રહ્યાં છે. વિરાટે એક તસવીર શેર કરતા જણાવ્યું કે અનુષ્કા તેના માટે ફોટોગ્રાફર બની છે.


સોશ્યલ મીડિયા પર આ કપલની કેમેસ્ટ્રી અને તસવીરને ફેન્સ ખુબ લાઇક કરી રહ્યાં છે, અને સેર કરી રહ્યાં છે. વિરાટ અનુષ્કાની સાથે સાથે અભિનેતા વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે હાલ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન મનાવી રહ્યો છે.