Rashmika Mandanna Uncomfortable- એક્ટ્રેસ રશ્મિકા મંદાના અત્યારે શ્રીવલ્લી બનીને છવાઇ ગઇ છે, ફિલ્મ પુષ્પા 2 બૉક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ખાસ વાત છે કે, આ ફિલ્મમાં ગીતો ખુબ સારા છે. હવે ફિલ્મને એક ગીતને લઇને રશ્મિકા મંદાનાનું રિએક્શન સામે આવ્યું છે. 


પુષ્પા 2નું એક ગીત ફીલીંગ્સને લોકોને ખુબ જ પસંદ આવ્યુ છે, પરંતુ આ ગીતના શૂટિંગ વખતે ખુદ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અનકમ્ફૉર્ટેબલ ફિલ કરી રહી હતી, આ વાતનો ખુલાસો ખુદ તેને કર્યો છે. કેમકે આ ગીત વખતે રશ્મિકા અને અલ્લૂ અર્જૂન ફિઝિકલી એકદમ નજીક રહ્યાં હતા.


પિંકવિલાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશ્મિકા મંદાનાએ ખુલાસો કર્યો છે કે તે ફીલિંગ્સ ગીતથી અનકમ્ફૉર્ટેબલ હતી. આ ગીત ફિલ્મની રિલીઝના થોડા દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યું હતું અને 4-5 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું.


જો કોઈ તેને ઉપાડે તો રશ્મિકા મંદાના ડરી જાય છે, આ તેનો ફોબિયા છે. આ જ કારણ છે કે તે શૂટિંગ દરમિયાન અનકમ્ફૉર્ટેબલ ફિલ અનુભવતી હતી. આ ગીતમાં અલ્લૂ અર્જૂન તેને સતત ઉંચી કરી રહ્યો હતો, અને આ પ્રસંગે તે ખૂબ જ અસહજ હતી. જોકે, તેણે દિગ્દર્શક પર વિશ્વાસ કર્યો અને આનાકાની છતાં આ ગીત શૂટ કર્યું હતું.


શું બોલ્યા લોકો ? 
આ વીડિયો સામે આવ્યા બાદ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "જ્યારે વિજય દેવરાકોંડા કિસ કરી રહ્યો હતો ત્યારે તે અનકમ્ફૉર્ટેબલ હતી."


એકે લખ્યું, "તેને ચુંબન કરતી વખતે અસ્વસ્થતા ન હતી?" બીજાએ લખ્યું, "તેમ છતાં તેણે તે કરવાનું પસંદ કર્યું અને પછી બીજાએ લખ્યું, "કમ ઓન જૂઠું, એવું લાગે છે કે તેને એએ કરતાં વધુ આનંદ થયો." લોકો આ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.


આ પણ વાંચો


Allu Arjun House: 'પુષ્પરાજ' અલ્લૂ અર્જૂનનું 100 કરોડનું ઘર અંદરથી આવું દેખાય છે, જુઓ આલીશાન ઘરનું નજારો...