નવી દિલ્હીઃ શુક્રવાર એટલે કે આજે બૉક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો આમને સામને આવી રહી છે. બન્ને ફિલ્મો એકબીજાને કેટલીક ટક્કર આપી શકે છે તે જોવાનુ ખાસ છે. કેમકે એકબાજુ કંગના રનૌતની ફિલ્મ પંગા છે અને બીજીબાજુ વરુણ ધવનની સ્ટ્રીટ ડાન્સ 3D રિલીઝ થઇ રહી છે. પહેલા દિવસે બૉક્સ ઓફિસ કોણ બાજી મારશે ચાલો જાણીએ......


સ્ટ્રીટ ડાન્સર 3D (Street Dancer 3D)
આ ફિલ્મ વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'એબીસીડી'નો ત્રીજો ભાગ છે, ફિલ્મના લેખક અને નિર્દેશક રેમો ડિસૂજા છે, આના મેકર ભૂષણ કુમાર છે, અને ફિલ્મમાં વરુણ ધવનની સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, રાઘવ ધર્મેશ, પુનીત સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ડાન્સ ફિલ્મ છે, આમાં 11 ડાન્સ છે, દરેક પર 40 થી 50 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે.



કેટલુ કમાઇ શકે છે પહેલા દિવસે.....
ટ્રેડ એનાલિસ્ટ સમિત કદેલનું માનીએ તો ફિલ્મ પહેલા દિવસે 14 થી 16 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. વળી, ફિલ્મને એડવાન્સ બુકિંગ પણ સારુ મળ્યુ છે. ફિલ્મનુ બજેટ લગભગ 70 કરોડ રૂપિયાનુ છે.



પંગા (Panga )
બીજી ફિલ્મ જે આજે રિલીઝ થઇ રહી છે તે છે કંગના રનૌતની પંગા. આ ફિલ્મમાં કંગના ઉપરાંત ઋચા ચઢ્ઢા અને જસ્સી ગીલ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મનુ નિર્દેશન અશ્વિની તિવારીએ કર્યુ છે. આ ફિલ્મની કહાની કબડ્ડીની રમત પર ફૉકસ કરીને બનાવવામાં આવી છે. ફિલ્મ એક મહિલા કબડ્ડી ખેલાડીની ઉપર છે. જેનો રૉલ કંગના રનૌત નિભાવી રહી છે.

કેટલુ કમાઇ શકે છે પહેલા દિવસે....
કંગના રનૌત સ્ટારર પંગા ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનુ ટ્રેલર ખુબ સરસ રહ્યું, રિસ્પૉન્સ પણ સારુ મળ્યુ. ફિલ્મને 1500 થી 1700 સ્ક્રીન્સ પર રિલીઝ થશે. એટલે માની શકાય છે કે ફિલ્મ પહેલા દિવસે 5 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરનુ કહેવુ છે કે ફિલ્મ વધુ સારુ પ્રદર્શન કરી શકે છે.