મુંબઈ: બોલીવૂડ અભિનેતા  ટાઈગર શ્રોફની ફિલ્મ 'બાગી-૩'નું  શૂટિંગ શરુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે  આ ફિલ્મ સાથે જેકી શ્રોફ પણ જોડાઈ ગયા છે અને ટીમની સાથે શુટિંગમાં વ્યસ્ત છે. જો આવું થશે તો આ પ્રથમ તક હશે જ્યારે ટાઈગર શ્રોફ પોતાના પિતા જેકી શ્રોફ સાથે મોટા પરદા પર સ્ક્રીન શેર કરશે.

ડાયરેક્ટર અહેમદ ખાનની ફિલ્મમાં પણ જેકી શ્રોફ અને ટાઈગર પિતા અને પુત્રની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ટાઈગર સાથે અભિનેતા રિતેશ દેશમુખ પણ છે. જ્યારે, જેકી શ્રોફ પોલીસની ભૂમિકામાં  જોવા મળશે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મના પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાળાએ તેમને જણાવ્યું છે કે, જેકી શ્રોફે 20 જાન્યુઆરીના મુંબઈમાં પોતાના ભાગની શુટિંગ શરુ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, શૂટિંગના દિવસે સંપૂર્ણ યુનિટ આ દ્રશ્યને જોવા માટે આતુર હતા, જ્યારે પિતા-પુત્ર સાથે એક્ટિંગ કરી રહ્યા હતા.

સાજીદે જણાવ્યું હતું કે, ટાઈગરના ડેબ્યુ બાદ છેલ્લા 6 વર્ષમાં કોઈ પણ આ જોડીને એક સાથે લાવી શક્યું નથી. કેમકે, બંનેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઈ સારી સ્ક્રિપ્ટ નહીં હોય ત્યાં સુધી બંને સાથે કામ કરશે નહીં, પરંતુ હવે બંનેને સાથે જોઈ ચાહકો જરૂર ખુશ હશે.