મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હવે તેમને એક એવી તસવીર શેર કરીને ફેન્સની વચ્ચે કુતુહલ પેદા કરી દીધુ છે, એટલે કે ઋષિ કપૂરે એક તસવીર શેર કરીને ફેન્સને પુછ્યુ છે કે તમે ઓળખો આ કોણ છે. ઉલ્લેખનીય છે કે હાલ ટ્વીટર પર ઋષિ કપૂરના 34 લાખથી વધુ ફોલોઅર્સ છે.


ખરેખરમાં, એક્ટર ઋષિ કપૂરે પોતાના ટ્વીટર હેન્ડર પરથી એક તસવીર શેર કરી છે, જે એક મહિલાની છે, અને આ તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે.
ઋષિ કપૂરે ફેન્સને પુછ્યુ છે કે તમે ઓળખી બાતવો આ મહિલા કોણ છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ફેન્સ આ તસવીર જોઇને કહી રહ્યાં છે કે, સાડીમાં સજી-ધજેલી આ મહિલા વિતેલા જમાનાની ફેમસ વિલન પ્રાણ છે.


આ તસવીર શેર કરતાં ઋષિ કપૂરે લખ્યુ છે કે, "તમારે બતાવવાનુ છે કે, આ વ્યક્તિ કોણ છે? જો કોઇને પહેલાથી જ અન્ય સુ્ત્રો પાસેથી આની માહિતી મળી હોય, તો કૃપા કરીને આનો ખુલાસો ના કરો, બીજાઓ માટે આને સસ્પેન્સ રાખો, ધન્યવાદ. હું તમને 10/20/50 અંદાજો લગાવવાનો મોકો આપુ છુ, જવાબ જલ્દી મળશે."