Vivek Agnihotri Reply: બૉલીવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી જેઓએ ધ કશ્મીર ફાઇલ્સ જેવી હિટ ફિલ્મો બનાવીને ધમાલ મચાવી દીધી છે, આ ફિલ્મ નિર્માતા પતોાની અસ્પષ્ટ શૈલી માટે પણ જાણીતા છે. કેમકે વિવેક અગ્નિહોત્રી દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં પાછીપાની કરતા નથી. હાલમાં જ વિવેકે પોતાની વેબ સીરીઝ ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આને લઇને ટ્વીટર પર કેટલાકે તેમની જોરદાર ટિકા કરી, અને કેટલાક સવાલો પુછ્યા, આમા એક યૂઝરે વિવેકને ટ્વીટર પર ધ મણીપુર ફાઇલ બનાવવાની માંગ કરી હતી. જેનો વિવેકે પણ જવાબ પણ આપ્યો છે.


મણીપુરમાં શરમજનક ઘટના બાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. ત્યાંથી એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મહિલાઓને કપડા વિના ન્યૂડ પરેડ  કરાવવામાં આવી હતી. જે બાદ દરેક તેની નિંદા કરી રહ્યા છે અને આરોપીને સખત સજાની માંગ કરી રહ્યા છે.






એક યૂઝરે વિવેક અગ્નિહોત્રીને લખ્યું- 'સમય બગાડો નહીં, જાઓ અને ધ મણીપુર ફાઇલ્સ ફિલ્મ બનાવો જો તમે મર્દ હોવ તો.' વિવેકે આ યૂઝરને જવાબ આપ્યો. તેમને લખ્યું- 'મારા પર આટલો વિશ્વાસ બતાવવા બદલ તમારો આભાર, પણ શું તમે બધી ફિલ્મો મારી પાસે જ બનાવડાવશો કે શું યાર ? તમારી 'ટીમ ઈન્ડિયા'માં કોઈ મર્દ નિર્માતા નથી કે કેમ ?


વિવેક અગ્નિહોત્રીનો આ જવાબ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે મણીપુરની ઘટના પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે એક ઈમૉશનલ પૉસ્ટ શેર કરી છે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિવેકની ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ Zee5 પર રિલીઝ થશે. જોકે, આ વેબ સીરીઝની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત તે વેક્સીન વૉર ફિલ્મ લાવી રહ્યાં છે. તેમને થોડા સમય પહેલા જ આ ફિલ્મની જાહેરાત કરી હતી.