Rakul Preet Singh: બૉલીવુડ સેલેબ્સ આજકાલ પોતાની તસવીરો શેર કરીને ફેન્સની સાથે કનેક્ટ રહેવાનો ખુબ પ્રયાસ કરી રહ્યાં છે, ખાસ કરીને એક્ટ્રેસીસ આ મામલામાં ખુબ આગળ છે, હવે રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ પોતાની ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેનો સાડી લૂક ફેન્સના ઘાયલ કરી રહ્યો છે.
એક્ટ્રેસે રકુલ પ્રીત સિંહે તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી કેટલીક સાડી પહેરેલી તસવીરો શેર કરી છે, જેમાં તેને નવો લૂક જોવા મળી રહ્યો છે, આ તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસે ટ્રન્સપરન્ટ સાડી સાથે લૉન્ગ સ્લીવ બ્લાઉઝ મેચ કર્યુ છે, એટલુ જ નહીં વાળને ખુલ્લા રાખીને કાનોમાં ઝૂમકા લગાવ્યા છે. એક્ટ્રેસે લૂકને પુરો કરવા માટે મોઢા પર સ્માઇલ આપી છે. એક્ટ્રેસનો આ સાડી લૂક ફેન્સને ખુબ આકર્ષી રહ્યો છે.
આ તસવીરો શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યુ છે એનબીટી એવૉર્ડ્સ. એટલે કહી શકાય છે કે, એક્ટ્રેસ આ વ્હાઇટ સાડીનો લૂક એનબીટી એવોર્ડ દરમિયાન કેરી કર્યો છે. રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.
હમણાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ કંઇક ખાસ પ્રભાવ પાડી શકી નહીં. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે સિવાય 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે. રકુલે સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રીત સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. આ દિવસોમાં જેકી ભગનાની સાથે તેના લગ્નના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. જોકે આ બન્ને જલદી લગ્ન કરશે એવી વાત પણ સામે આવી છે.