નવી દિલ્હીઃ કેરાલા પોલીસે બુધવારે ચાર લોકોની ધરપકડ કરી, આ ચારેય પર એક્સર્ટોર્શન- ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે. પોલીસ અનુસાર આ ચારેય આરોપી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ શામના કાસિમને ધમકાવી રહ્યાં હતા અને તેની પાસે જંગી રકમની માંગ કરી રહ્યાં હતા. આ વાતને લઇને શામના કાસિમના પિતાએ પોલીસને ધમકી અને ખંડણી માંગવાને લઇને ફરિયાદ નોંધાવી હતી.
જાણકારી અનુસાર, એક શખ્સે એક્ટ્રેસના પિતાને ફોન કર્યો અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ફોન કરનારા શખ્સે કહ્યું કે છોકરો દુબઇમાં બિઝનેસ કરે છે, અને તેનો પરિવાર કેરાલાથી સંબંધ રાખે છે.
બાદમાં છ લોકો એક્ટ્રે્સના કોચ્ચિ વાળા ઘરે ગયા અને સંબંધીઓને બતાવવા માટે વીડિયો બનાવી. આ પછી તેને પૈસા માંગવાના શરૂ કરી દીધા અને પૈસા આપવાના ના પાડવા પર તેને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. એટલુ જ નહીં પોલીસે જાણાકારી આપી કે ફોન કરનારાઓએ પોતાનુ જે એડ્રેસ એક્ટ્રેસના પિતાને બતાવ્યુ હતુ તે પણ નકલી નીકળ્યુ હતુ.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે ધમકી આપનારાના ફોનને ટ્રેક કર્યા અને બાદમાં તેમની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે જણાવ્યુ કે આ ખંડણી માંગનારાઓનુ એક આખુ રેકેટ છે. આ ઘટના બાદ શામના કાસિમએ એક મલયાલમ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું કે કોઇપણ આ પ્રકારના ટ્રેપમાં ના આવવુ જોઇએ. મે આના વિશે મારા પિતાને વાત કરી અને અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કોઇ ગેન્ગના લોકો હતા.
ઉલ્લેખનીય છે કે શામના કાસિમ વર્ષ 2007માં પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. બાદમાં અત્યાર સુધી 40થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
આ એકટ્રેસના વીડિયો બહાર પાડવાની ધમકી આપીને માગી જંગી રકમની ખંડણી, જાણો પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2020 09:56 AM (IST)
જાણકારી અનુસાર, એક શખ્સે એક્ટ્રેસના પિતાને ફોન કર્યો અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ફોન કરનારા શખ્સે કહ્યું કે છોકરો દુબઇમાં બિઝનેસ કરે છે, અને તેનો પરિવાર કેરાલાથી સંબંધ રાખે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -