તાજેતરમાં જ એક્ટ્રેસ રુપા ગાંગુલીએ ટ્વીટર પર પૉસ્ટ કરીને સુશાંત સિંહના મોતની સીબીઆઇ તપાસ કરાવવાની વાત કરી. તેને લખ્યું- કઇ રીતે પોલીસ અને સુસાઇડ ગણાવી શકે છે, જ્યારે તેની કોઇ સુસાઇડ નૉટ જ નથી મળી. હેશટેગ સીબીઆઇ ફૉર સુશાંત.
આ પહેલા સોનૂ નિગમ, સોના મહાપાત્રા સહિતના કેટલાય સેલેબ્સ પણ સુશાંતની મોત પર સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી રહ્યાં છે. આ માટે ગૃહમંત્રીને પત્ર પણ લખ્યો છે. એટલુ જ નહીં કોંગ્રેસે પણ આની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ કરી હતી. મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અલગ અલગ લેટર પણ લખ્યા હતા.
બિહાર યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ફિલ્મ સેન્સર બોર્ડના પરામર્શદાત્રી સમિતિના સભ્ય રહેલા લલન કુમારે ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લેટર લખીને સુશાંતની આત્મહત્યા મામલાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ કરી છે.
નોંધનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના દિવસે પોતાના બ્રાન્દ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો.